અરવલ્લી: મહામારી પૂર્વે લોકોમાં સ્વાસ્થ્ય અંગેની જાગૃતતા ઓછી હોવાના કારણે આ માસ્કનો ઉપયોગ ફક્ત તબીબો અને પેરામેડિકલ સ્ટાફ સુધી સીમિત હતો. માસ્ક ભાગ્યે જ કોઈના મોઢા પર જોવા મળતા હતા. કોરોના વાઇરસ પહેલા માસ્કની માગ નહોતી. એટલે તેના કાચા માલનું ઉત્પાદન પણ ઓછું હતું. કાચા માલનું ઉત્પાદન કરતી ફેકટરીઓએ પણ મશીનરી સીમિત રાખી હતી. જોકે અચાનક માગ વધવાને કારણે ફેક્ટરીઓમાં રાત દિવસ ઉત્પાદન થઈ રહ્યું છે. અરવલ્લીના મોડાસામાં આવેલી આ ફેકટરીમાં ૨૪ કલાકમાં દોઢ ટન નોન વોવન ફેબ્રિકસનું ઉત્પાદન થઈ રહ્યું છે.
માસ્ક બનાવવા કાચો માલ ક્યાથી આવે છે, જાણો આ અહેવાલમાં - Arrvali
કોરોના વાઇરસની દહેશતના પગલે લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે, ત્યારે જીવન જરૂરિયાતની ચીજો પછી જો સૌથી વધુ માગ કોઈ વસ્તુની હોય તો તે માસ્કની છે. મહામારીના પગલે માસ્કની માગમાં અનેક ગણો ઉછાળો આવી ગયો છે, પરંતુ ભારતમાં માસ્ક બનાવવા માટે વપરાતા કાચા માલ બનાવતી ફેક્ટરીઓ ઓછી છે. અરવલ્લીના મોડાસાની જી.આઇ.ડી.સીમાં મેડિકલ પ્રમાણિત માસ બનાવવામાં વપરાતા કાચામાલની ફેક્ટરી આવેલી છે. તો આવો આ ફેક્ટરીની મુલાકાત લઈએ...