ETV Bharat / state

મોડાસાના સ્માશાનમાં વેઇટિંગની પરિસ્થિત સર્જાતા વધુ 4 ભઠ્ઠીઓ બનાવાનો નિર્ણય કરાયો

અરવલ્લી જિલ્લાના મોડાસામાં માજુમ નદીના કીનારે મહાજન દ્વારા સંચાલિત સ્મશાન ગૃહ છે. જ્યાં હાલ મૃતકોના અંતિમ સંસ્કાર માટે ચાર ભઠ્ઠીઓ છે. કોરોનાનું સંક્રમણ વધતા વધુ ભઠ્ઠીઓને જરૂર પડે તેમ હોવાથી મોડાસા પાલિકા દ્વારા વધુ ચાર ભઠ્ઠીઓ તાત્કાલિક ધોરણે બનાવાની જાહેરાત કરવામાં આવી છે.

મોડાસા નગરપાલિકા
મોડાસા નગરપાલિકા
author img

By

Published : Apr 25, 2021, 8:36 PM IST

  • મોડાસામાં અંતિમક્રિયા માટે વેઇટિંગની પરિસ્થિતિ સર્જાઇ
  • મોડાસા નગરપાલિકા દ્વારા વધુ ચાર ભઠ્ઠી બનાવવાનો નિર્ણય કર્યો
  • હાલ મોડાસામાં સ્મશાન ગૃહમાં ચાર ભઠ્ઠીઓ છે

અરવલ્લી : જિલ્લામાં કોરોનાના વધતા કહેરના પગલે રોજ 10 જેટલા મૃતકોના અંતિમ સંસ્કાર મોડાસાના માજૂમ નદિના કિનારે આવેલ સ્માશાન થાય છે. સામાન્ય દિવસો સ્મશાનમાં સરેરાશ એક અંતિમક્રિયા થતી હતી. કોરોનાની મહામારીમાં મૃતકોની સંખ્યા વધતા અંતિમક્રિયા માટે રાહ જોવી પડે છે, તો કેટલીક વખતે મૃતકોના સંબધીઓ જમીન પર પણ અંતિમક્રિયા કરે છે. હાલ સ્મશાન ગૃહમાં 4 ભઠ્ઠીઓ છે, ત્યારે સ્મશાનમાં અંતિમક્રિયા માટે વેઇટિંગની પરિસ્થિતિ સર્જાતા નગરપાલિકા દ્વારા વધુ ચાર ભઠ્ઠી બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મોડાસા નગરપાલિકા દ્વારા વધુ ચાર ભઠ્ઠી બનાવવાનો નિર્ણય કર્યો

આ પણ વાંચો - મોડાસાના સ્મશાન ગૃહમાં અંતિમક્રિયા માટે CNG સંચાલિત ભઠ્ઠીની માગ કરાઇ

અરવલ્લીમાં કોરોના આંકડા કે આંકડાની માયાજાળ

અરવલ્લી જિલ્લામાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે. જો કે, આરોગ્ય વિભાગ દ્વારા આંકડા છૂપાવવામાં આવી રહ્યા હોય તેવુ જણાઇ રહ્યું છે. કોરોનાની બીજી લહેરમાં બિન-સત્તાવાર આંકડાઓ મુજબ 600 જેટલા લોકો કોરોના સંક્રમિત થયા છે, જ્યારે રોજ સરેરાશ 10 કોરોનાગ્રસ્ત દર્દીઓ મૃત્યુ પામે છે. જો કે, સરકારી આંકડાઓ મુજબ સરેરાશ રોજ 10 જેટલા લોકો સંક્રમિત થાય છે અને એક કોરોનાગ્રસ્ત દર્દીનું મૃત્યુ થઇ રહ્યુ છે.

મોડાસા નગરપાલિકા
હાલ મોડાસામાં સ્મશાન ગૃહમાં ચાર ભઠ્ઠીઓ છે

આ પણ વાંચો - મોડાસામાં કોવિડ હોસ્પિટલનો માર્ગ સેનિટાઈઝ કરાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.