અરવલ્લીઃ જિલ્લાના ગ્રામિણ વિસ્તાર બાદ હવે કોરોના વાઈરસનો વ્યાપ મોડાસા નગરમાં વધતો જોવા મળતો હોય એમ બુધવારની રાત્રીએ મોડાસા ગ્રામ્ય, શહેરી તથા મેધરજ તાલુકામાં એક સાથે 19 કેસ મળી આવતા કોરોનો રીપોર્ટ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 66 સુધી પહોંચી ગયો છે. અરવલ્લી જિલ્લામાં લોકડાઉનના ત્રીજા તબક્કામાં એક જ દિવસમાં મંગળવાર ના રોજ સૌથી 25 મળી આવ્યા હતા ત્યારે બુધાવારે પણ 19 કેસ મળી આવતા લોકોમાં ભય ફેલાયો છે.
આ અંગેની વિગત આપતા જિલ્લા આરોગ્ય અધિકારી અમરનાથ વર્માએ જણાવ્યું હતું કે જિલ્લાના શંકાસ્પદ દર્દીઓના લેવામાં આવેલ સેમ્પલનો બુધવારે રાત્રે રિપોર્ટ આવતા મોડાસા તાલુકાના ટીંટોઇમાં 1, ઢાંખરોલમાં 1, ટીંટીસરમાં 1 અને મેઘરજ તાલુકા તારકવાડામાં 4 કેસ, મોડાસા શહેરી વિસ્તારમાં 12, એમ કુલ-19 કોરોના પોઝિટિવ દર્દી મળી આવ્યા હતા.
મોડાસા નગરના સમ્મે હીદાયત, અમનપાર્ક, ગરીબ નવાજ, રેહનુમા સોસાયટી, સમાં સોસાયટી, અંજુમન સોસાયટી , ઘાંચી આરોગ્ય મંડળ વિસ્તાર, કડીયાવાડા, ખડાયતા બોર્ડિંગ, હોળી ચકલા,નવજીવન ચોક , ભરખમ દાસનો ચોરો, પી.સી. શાહ એસ્ટેટ કન્ટેનમેન્ટ જાહેર કરાયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં મોડાસા તાલુકાના ટીંટોઇ, ઢાંખરોલ અને ટીંટીસર અને મેઘરજ ના તરકવાડા વિસ્તારને પણ કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરાયો છે.