ETV Bharat / state

રાજ્યના નિયંત્રીત શહેરોની સુચીમાં મોડાસાનો સમાવેશ, પોલીસે રાત્રી કરફ્યૂની અમલવારી કરાવી

અરવલ્લીના મુખ્ય મથક મોડાસામાં કોરોનાના કેસ વધતા રાજ્ય સરકાર દ્રારા રાત્રી કરફ્યૂ લાદવામાં આવ્યુ છે. જેમાં, રાત્રિના 8થી સવારના 6 કલાક સુધી 6 દિવસનું કરફ્યૂ અમલમાં રાખવામાં આવ્યું છે. કરફ્યૂની અમલવારી કરાવવા માટે બુધવાર રાત્રિથી પોલીસ હરકતમાં આવી હતી.

મોડાસામાં કોરોનાના કેસ વધતા રાજ્ય સરકાર દ્રારા રાત્રી કરર્ફ્યૂ

author img

By

Published : May 6, 2021, 6:20 PM IST

  • સરકાર દ્વારા વધુ સાત શહેરોમાં રાત્રી કરફ્યૂની જાહેરાત કરવામાં આવી
  • મોડાસામાં કોરાનાને વધતો અટકાવવા માટે નાઇટ કરફ્યૂનો આદેશ
  • પોલીસ વિભાગ દ્વારા કડક અમલ કરાવવાની તૈયારીઓ આરંભી દેવાઈ

અરવલ્લી : રાજ્યના 29 શહેરોમાં જાહેર કરવામાં આવેલા રાત્રિ કરફ્યૂ બાદ સરકાર દ્વારા વધુ સાત શહેરોમાં રાત્રિ કરફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. જેમાં, મોડાસાનો સમાવેશ કરવામાં આવતા પોલીસ વિભાગ દ્વારા કડક અમલ કરાવવાની તૈયારીઓ આરંભી દેવામાં આવી હતી. બુધવારના 12 કલાકથી કરફ્યૂની અમલવારી કરાવવા માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યુ હતું. આ અંગે, જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યુ હતું કે, રાજ્ય સરકારે મોડાસામાં કોરાનાને વધતો અટકાવવા માટે નાઇટ કરફ્યૂનો આદેશ કર્યો છે. જેની અમલવારી માટે પોલીસ વિભાગે યોગ્ય વ્યૂહરચના બનાવી છે.

મોડાસામાં કોરોનાના કેસ વધતા રાજ્ય સરકાર દ્રારા રાત્રી કરર્ફ્યૂ

આ પણ વાંચો: મોડાસામાં સંપૂર્ણ લોકડાઉન કરાવવાનો ત્રીજો પ્રયાસ હાથ ધરાયો

મોડાસામાં કોરોનાના કેસમાં વધારો

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં ગામડાઓમાંથી હજારો લોકો ધંધા-રોજગાર માટે આવતા હોય છે. આથી, છેલ્લા કેટલાક દિવસથી મોડાસામાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થતા શહેરમાં કોરોના પર લગામ લગાવવા 5 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન પણ અમલમાં મૂકવામાં આવ્યું છે.

આ પણ વાંચો: મોડાસામાં ફરીથી એક વખત સ્વૈચ્છિક લોકડાઉન નિષ્ફળ

એક અઠવાડીયાથી રોજના સરેરાશ 100 વ્યક્તિઓ કોરોનાગ્રસ્ત

કોરોનાની કપરી પરિસ્થિતિ વચ્ચે હાલ આરોગ્ય વિભાગ દ્વારા આંકડાઓ જાહેર કરવામાં આવતા નથી. તેમ છતાં આધારભૂત સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા એક અઠવાડીયાથી રોજના સરેરાશ 100 જેટલા વ્યક્તિઓ કોરોનાગ્રસ્ત થઇ રહ્યા છે. જેમાં, બુધવારના રોજ 124 દર્દીઓ કોરોનાગ્રસ્ત થયા હતા. અત્યાર સુધીમાં કુલ 3,050 વ્યક્તિઓ કોરોનાગ્રસ્ત થયા છે. જેમાંથી 1,970 દર્દીઓ સાજા થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.