ETV Bharat / state

અરવલ્લી નેત્રમ રાજ્યમાં ત્રીજો ક્રમાંકે આવતા રાજ્ય પોલીસ વડા દ્વારા સન્માન - Netram branch

અરવલ્લી જિલ્લામાં નેત્રમ શાખા દ્વારા સારી કામગીરી બદલ રાજ્ય પોલિસ વડા દ્વારા સન્માન મળ્યું છે. છેલ્લા ત્રણ મહિનામાં સફળતાપૂર્વક નોંધપાત્ર ગુના ડિટેક્ટ કરવા બદલ રાજ્યમાં ત્રીજો ક્રમાંક આવતા પ્રમાણ પત્ર આપીને સન્માન કરવામાં આવ્યું છે.

police
અરવલ્લી નેત્રમ રાજ્યમાં ત્રીજો ક્રમાંકે આવતા રાજ્ય પોલીસ વડા દ્વારા સન્માન
author img

By

Published : Aug 16, 2021, 2:13 PM IST

  • દોઠ વર્ષમાં 71 જેટલા ગુનાઓને ડિટેક્ટ
  • ત્રણ લાખ એકાણુ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે
  • કુલ અગિયાર ઇસમોની ધરપકડ કરવામાં આવી

અરવલ્લી: ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લા મથકો તેમજ શહેરો નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે. નેત્રમની ત્રીજી આંખની મદદથી પોલીસને ગુના ડીટેકટ કરવામાં નોધપાત્ર સફળતા મળી રહી છે. છેલ્લા ત્રણ મહિનામાં અરવલ્લી જિલ્લા નેત્રમ શાખા દ્વારા નવ જેટલા ગુના ડીટેકટ કર્યા છે. આ સિદ્વિ બદલ નેત્રમ શાખાના PI જે.એચ.ચોધરી ને રાજ્ય પોલીસ વડા દ્વારા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યુ હતું.

અનેક ગુન્હાઓ નોંધવામાં આવી

અરવલ્લી જિલ્લાની નેત્રમ શાખા દ્રારા છેલ્લા ત્રણ માસમાં, હિટ એન્ડ રનના બે, કિડનેપિંગનો એક, મોબાઈલ મિસિંગ એક, ચેઇન સ્નેચિંગના ત્રણ, ઇન્વેસ્ટિગેશનના બે મળી કુલ નવ ગુનાને ડિટેક્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ કુલ ત્રણ લાખ એકાણુ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને કુલ અગિયાર ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા દોઢ વર્ષમાં, જિલ્લામાં નેત્રમ શાખા દ્વારા કુલ ઇકોતેર જેટલા ગુનાઓને ડિટેક્ટ કરી સારી કામગીરી કરવામાં આવી છે. તાજેતરમાં મોડાસા નગરના વિવિધ વિસ્તારોમાં ગટરના ઢાંકણાની ચોરી કરતી ગેંગ સક્રિય થઇ હતી, જેને નેત્રમ શાખા દ્વારા આરોપીઓને સીસીટીવી કેમેરાની મદદથી ઝડપી પાડવામાં આવ્યા હતા.

અરવલ્લી નેત્રમ રાજ્યમાં ત્રીજો ક્રમાંકે આવતા રાજ્ય પોલીસ વડા દ્વારા સન્માન

આ પણ વાંચો : PM Modi 17 ઓગસ્ટે સવારે 11 વાગ્યે ટોક્યો પેરાલિમ્પિકના ખેલાડીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરશે

15 જંક્શન પર 135 કેમેરા લગાવવામાં આવ્યા છે

અરવલ્લી જિલ્લામાં કુલ 15 જંક્શન પર 135 કેમેરા લગાવવામાં આવ્યા છે. 135 કેમેરામાંથી 61 કેમેરા ફિક્સ છે. જ્યારે 22 કેમેરા 360 તેમજ 180 ડિગ્રી ફરી શકે તેવા પી.ટી.જેડ કેમેરા લગાવવામાં આવ્યા છે. 52 જેટલાં કેમેરા ઓટોમેટીક નંબર પ્લેટ રેકગનાઇઝ કરી શકે તેવા હાઈ રિઝોલ્યુશન એચ.ડી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેથી ગુનાહિત પ્રવૃત્તિઓ પણ અટકાવવા પોલીસને મદદરૂપ થઇ રહ્યા છે. આ કંટ્રોલરૂમમાં 45 જેટલા માણસો 3 સીફટમાં કામ કરી રહ્યા છે.

આ પણ વાંચો : સુરતમાં દેશનું પ્રથમ હીરા જવેરાત માટે ઓકશન હાઉસ શરૂ થતાં જ ચાર દિવસનું બુકીંગ મળ્યુ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.