ભારતીય ચૂંટણી પંચ તરફથી EVM તેમજ VVPAT મશિનના સંગ્રહ માટે ખાસ વ્હેર હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે અંદાજે 2.75 કરોડના ખર્ચે અને ચૂંટણી પંચની ગાઇડલાઇન મુજબ ખાસ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં કુલ 24 જેટલા સ્ટ્રોંગ રૂમ તેમજ 5000 જેટલા કંટ્રોલ યુનિટ સહિત EVM તેમજ VVPAT સુરક્ષિત રાખી શકાશે.
વ્હેર હાઉસ પરના સ્ટ્રોંગ રૂમ તેમજ આજુ-બાજુનો વિસ્તાર ચોવીસ કલાક CCTVની નજર હેઠળ રહશે. આ વ્હેર હાઉસના લોકાર્પણ પ્રસંગે નાબય જિલ્લા ચૂંટણી અધિકારી પી.સી.દવે, જિલ્લા વિકાસ અધિકારી ડૉ હર્ષિત ગોસાવી સહિતના અધિકારી સહિત અધિક કલેક્ટર, પ્રાંત અધિકારી તેમજ મામલતદાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.