ETV Bharat / bharat

26/11ના મુંબઈ હુમલાને આજે 16 વર્ષ પૂર્ણ, આ દિવસે આર્થિક રાજધાની 59 કલાક સુધી હચમચી ગઈ હતી - 26 NOVEMBER TERRORIST ATTACK

26/11 હુમલાએ મુંબઈમાં 59 કલાક સુધી આતંક મચાવ્યો હતો અને આ 59 કલાક દરમિયાન બનેલી ઘટનાઓએ સમગ્ર દેશને ચોંકાવી દીધો હતો.

16 વર્ષ પહેલા આર્થિક રાજધાની 59 કલાક સુધી હચમચી ગઈ હતી
16 વર્ષ પહેલા આર્થિક રાજધાની 59 કલાક સુધી હચમચી ગઈ હતી (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 26, 2024, 4:01 PM IST

નવી દિલ્હી: બરાબર 16 વર્ષ પહેલા વર્ષ 2008માં મુંબઈમાં એક એવી ઘટના બની હતી જેણે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. આ દિવસને ભારતમાં સૌથી મોટા આતંકવાદી હુમલાઓ પૈકીના એક તરીકે યાદ કરવામાં આવે છે, જેને 26/11 તરીકે ઓળખવામાં આવે છે. આ હુમલાઓએ મુંબઈમાં 59 કલાક સુધી આતંક મચાવ્યો હતો અને આ 59 કલાક દરમિયાન બનેલી ઘટનાઓએ સમગ્ર દેશને ચોંકાવી દીધો હતો.

10 આતંકવાદીઓ દરિયાઈ માર્ગે મુંબઈમાં પ્રવેશ્યા: હકીકતમાં ઘટના એમ બની હતી કે, 26 નવેમ્બર 2008ના રોજ પાકિસ્તાનના 10 આતંકવાદીઓ દરિયાઈ માર્ગે મુંબઈમાં પ્રવેશ્યા હતા. આ આતંકવાદીઓએ દરિયાઈ માર્ગે મુંબઈના મોટા સ્થળો પર હુમલો કરવાની યોજના બનાવી આને ભીડવાળા વિસ્તારોને નિશાન બનાવ્યા. રાતના અંધારામાં આ આતંકવાદીઓ બોટ દ્વારા મુંબઈના કોલાબા વિસ્તાર પાસે આવેલ તાજ હોટેલ, ઓબેરોય ટ્રાઈડેન્ટ હોટેલ, સીએસટી રેલવે સ્ટેશન અને નરીમાન હાઉસમાં પ્રવેશ્યા હતા.

આતંકવાદીઓ સંપૂર્ણ રીતે પ્રશિક્ષિત હતા: આતંકવાદીઓએ સૌપ્રથમ મુંબઈની તાજ હોટેલ અને ઓબેરોય ટ્રાઈડેન્ટ હોટેલ પર કબજો કર્યો હતો, જ્યાં તેઓએ હોટલના સ્ટાફ અને મહેમાનોને બંધક બનાવ્યા હતા. આ પછી તેઓએ કોલાબા વિસ્તારમાં સીએસટી રેલ્વે સ્ટેશન પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો, જેમાં ઘણા નિર્દોષ લોકો માર્યા ગયા હતા. આ દરમિયાન આતંકવાદીઓ પણ નરીમન હાઉસમાં ઘૂસી ગયા હતા અને ઘણા લોકોને બંધક બનાવ્યા હતા. આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા આ હુમલાઓનો હેતુ ભીડભાડવાળી જગ્યાએ આતંક ફેલાવવાનો હતો, તમને જણાવી દઈએ કે, આ આતંકવાદીઓ સંપૂર્ણ રીતે પ્રશિક્ષિત હતા. સામાન્ય નાગરિકોને નિશાન બનાવવાની સાથે તે વિદેશી નાગરિકોને પણ પોતાનો શિકાર બનાવી રહ્યા હતા.

9 આતંકીઓ માર્યા ગયા: આ દરમિયાન મુંબઈ પોલીસ, એનએસજી (નેશનલ સિક્યુરિટી ગાર્ડ), એનસીટીસી અને અન્ય સુરક્ષા એજન્સીઓએ ભેગા થઈને આતંકવાદીઓ સામે લડવાનું શરૂ કર્યું. આ હુમલામાં હેમંત કરકરે, વિજય સાલસ્કર અને અશોક કામટે જેવા બહાદુર મુંબઈ પોલીસના જવાનો શહીદ થયા હતા. NSGની સ્પેશિયલ કમાન્ડો ટીમે હુમલાખોરો સામે હોટલ અને અન્ય સ્થળોએ ઓપરેશન શરૂ કર્યું હતું. આ ઓપરેશનમાં કુલ 9 આતંકીઓ માર્યા ગયા હતા અને એક આતંકી અજમલ કસાબને જીવતો પકડવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસ દ્વારા પકડાયા બાદ કસાબને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તેને 2012માં ફાંસી આપવામાં આવી હતી.

ભારતે આતંકવાદ વિરુદ્ધ નીતિ વધુ કડક કરી: આંકડાઓ અનુસાર આ હુમલામાં 164 લોકોના મોત થયા હતા, જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. માર્યા ગયેલાઓમાં ભારતીય નાગરિકો ઉપરાંત ઘણા વિદેશી નાગરિકો પણ સામેલ હતા. આ હુમલા બાદ ભારતે આતંકવાદ વિરુદ્ધ પોતાની નીતિ વધુ કડક કરી છે. આ મુંબઈ હુમલાએ દેશને આતંકવાદ સામે એક થવાની જરૂરિયાતનો અહેસાસ કરાવ્યો હતો. ભારતે આતંકવાદ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દબાણ ઊભું કરવાનો પ્રયાસ કર્યો અને ઘણા આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી.

ત્યારથી દર વર્ષે 26 નવેમ્બરે મુંબઈ હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. આ દિવસ આતંકવાદ સામેની લડાઈની યાદમાં અને તે બહાદુર લોકોની શહાદતને સલામ કરવા માટે ઉજવવામાં આવે છે જેમણે પોતાના જીવનનું બલિદાન આપીને આ હુમલાને રોકવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો:

  1. મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવવાની તૈયારી, એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના સીએમ પદ પરથી રાજીનામું આપ્યું
  2. જમ્મુ અને કાશ્મીર: કાશ્મીરી પંડિતોએ પ્રથમ હાઉસિંગ સોસાયટીની સ્થાપના કરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.