- મોડાસામાં જરૂરિયાત મંદ પરિવારોની મહિલાઓને સેનેટરી નેપકિન્સનું વિતરણ
- સામાજિક સંસ્થા કર્મા ફાઉન્ડેશન અને અગમ ફાઉન્ડેશન દ્વારા કામગીરી હાથ ધરાઇ
- સેનેટરી નેપકિન્સનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું
અરવલ્લી : જિલ્લાના મોડાસા ખાતે જરૂરિયાત મંદ પરિવારોની મહિલાઓ અને સગીરાઓને સેનેટરી નેપકિન્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોડાસાના સર્વોદયનગરના ડુંગરી વિસ્તારમાં સામાજિક સંસ્થા કર્મા ફાઉન્ડેશન અને અગમ ફાઉન્ડેશન દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. જેમાં મહિલાઓમાં માસિકને લઇને ચાલતી ગેરમાન્યતાઓથી વાકેફ કરી હતી. સેનેટરી નેપકિન્સનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ તેનોનો ઉપયોગ કરીને, કેવી રીતે તેનો નાશ કરવો અને સ્વચ્છતામાં કેવી રીતે યોગદાન આપવું તે અંગે પણ મહિલાઓને જાણકારી આપવામાં આવી હતી.
આ પણ વાંચો : મહિલા દિન: ટંકારાના જબલપુરમાં મહિલાઓને વોશેબલ સેનેટરી પેડનું વિતરણ
આ પણ વાંચો : વાત્સલ્ય ફાઉન્ડેશન વડોદરા દ્વારા શાળાની કન્યાઓને સેનેટરી નેપકિનનું વિતરણ કરાયું
માસિક સ્રાવની શિક્ષણ પર અસર
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 2015-2016નો અંદાજ છે કે, ભારતમાં 33.6 કરોડ માસિક સ્રાવિત મહિલાઓમાંથી માત્ર આશરે 12.1 કરોડ (આશરે 36 ટકા) સ્ત્રીઓ જ સ્થાનિક અથવા વ્યાવસાયિક રીતે ઉત્પાદિત સેનિટરી નેપકિન્સનો ઉપયોગ કરી રહી છે. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં વાર્ષિક આશરે 20 લાખ છોકરીઓ સેનિટરી નેપકિન્સની બિનઉપલબ્ધતા અને માસિક સ્ત્રાવ અંગે જાગૃતિ ના આભાવના પગલે શાળામાંથી બહાર નીકળી જાય છે. રિપોર્ટમાં એવું પણ સૂચવવામાં આવ્યું છે કે, છોકરીઓ, જેઓ બહાર નીકળતી નથી, સામાન્ય રીતે દર મહિને 5 દિવસ સુધી શાળા ચૂકી જાય છે.