હસ્મિતાબેન વાળંદ પોતે દિવ્યાંગ હોવા છતાં ફરીયાદ કર્યા વિના ઉત્સાહભેર પોતાના જીવનને બાગ બનાવવનો અથાગ પરિશ્રમ કર્યો છે. કંભરોડા જેવા નાનકડા ગામના હસ્મિતાબેન વાળંદ દિવ્યાંગરૂપે બંને પગે જમીનથી ઘસડાઈને પોતાનું સ્વરોજગારી જીવન નિર્વાહ કરે છે. આ અગાઉ હસ્મિતાબેનને અભ્યાસ માટે રાજીવ ગાંધી ફાઉન્ડેશન નવી દિલ્હીમાં સોનિયા ગાંધીના વરદ હસ્તે મોટરરાઈઝડ્ થ્રી વ્હીલર ગાડી અર્પણ કરવામાં આવી હતી. તેમજ તેમણે સ્પેશિયલ દિવ્યાંગ ખેલમહાકુંભમાં હસ્મિતાબેને અનેક સ્પર્ધાઓમાં ભાગ લઈ અનેક ઈનામો પ્રાપ્ત કર્યા છે.
26 જાન્યુઆરી 2018ના રોજ "બેટી બચાવો બેટી પઢાઓ" ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગ હસ્મિતાબેને કંભરોડા પ્રાથમિક શાળામાં પ્રાશિમક શાળાના આચાર્ય રસિકભાઈ વાળંદ તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં ધ્વજદનપણ કર્યુ હતું. ખેડૂત પરિવારની દીકરી બંને પગે દિવ્યાંગ હોવા છતા પણ અનેક સ્વરોજગારના કાર્યો કરી જીવન જીવી રોજગાર મેળવતી અને એવોર્ડ સહિતની અનેક સિદ્ધીઓ હાંસલ કરી છે