ખીલોડા ગામમાં ઘરકામ કરી જીવન ગુજારતી સવિતાબેન નાનસિંહ મકવાણા 4 મહિના અગાઉ પતિનું હૃદયરોગથી મોત નિપજ્યુ હતું. તેમનો પુત્ર 15 વર્ષિય જતીનસિંહ ઉર્ફે ગફુર આકરૂન્દ પી.કે.ફણસે વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. સોમવારે શાળામાં ગયા પછી તેના મિત્ર અને સહાધ્યાયી શક્તિસિંહ સાથે શાળામાંથી વહેલા નીકળી ગયા પછી ચાલતા ચાલતા ગામની કેનાલ પાસે પહોંચ્યા હતા. જો કે, તેને પરિવારજનો બોલશે તેની બીક લાગતા પુલીયા નજીક ગરનાળા પર બેસી તેના મિત્રને ઘરે જવાનું કહ્યું હતું, અને ત્યારબાદ તેનો કોઇ પત્તો ન લગતા મૃતકની માતાએ પોલીસ ફરીયાદ નોધાવી હતી.
જતીનના ચપ્પલ ગામની નજીક પસાર થતી કેનાલ પાસેથી મળી આવતા ધનસુરા પોલીસ અને મામલતદાર તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી મોડાસા અને હિંમતનગરની ફાયરબ્રિગેડની ટીમ બોલાવી શોધખોળ હાથ ધરી હતી. જોકે ગુરૂવારના જતીનસિંહનો મૃતદેહ મળી આવતા આકરૂન્દ ગામ શોક મય બન્યુ હતું.