ETV Bharat / state

અમરેલીના નોંધણવદરમાં સર્પે દંશ દેતા કિશોરીનું મોત

અમરેલીના નોંધણવદર (Nondhanvadar) ગામમાં એક કિશોરીનું સર્પ દંશ (Snake bite) થી મોત થયું હોવાની ઘટના બની છે. ખેતમજૂરી કરતા પરિવારની 15 વર્ષીય કિશાેરીને કોઈ ઝેરી સર્પે દંશ દેતા તેને સારવાર માટે દવાખાને ખસેડાઇ હતી જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી.

Amreli News
Amreli News
author img

By

Published : Aug 7, 2021, 5:02 PM IST

  • નોંધણવદરમાં સર્પે દંશ દેતા કિશોરીનું મોત
  • ઝેરી સર્પ કરડી જતા તેને સારવાર માટે દવાખાને ખસેડાઇ
  • ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી

અમરેલી: જિલ્લાના બાબરા તાલુકાના નોંધણવદર (Nondhanvadar) ગામમાં એક કિશોરીનું સર્પ દંશ (Snake bite) થી મોત થયું હોવાની ઘટના બની છે. ખેતમજૂરી કરતા પરિવારની 15 વર્ષીય કિશોરીને ગામમાં ભાગવી રાખેલી વાડીમાં ખેતમજૂરી કરતા કોઈ ઝેરી સર્પ (Poisonous snake) કરડી જતા તેને સારવાર માટે દવાખાને ખસેડાઇ હતી. જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી.

આ પણ વાંચો: રાજકોટ પ્રદ્યુમ્નપાર્ક ઝુમાં સિંહણને સાપે દંશ માર્યો,હાલત ગંભીર

સર્પ દંશની આ ઘટના બાબરાના નોંધણવદરની સીમમાં બની

અહીં રહેતા દિનાભાઇ ગનાભાઇ બાંભણીયા ભાગવી વાડી રાખી ખેતીકામ કરતા હોવાથી તેની 15 વર્ષીય દીકરી મંગળીની તબીયત સારી ન હોવાથી ઓસરીમા સુતી હતી. તે વખતે તેના પિતા દિનાભાઇ ઓસરીમા જતા દીકરીના માેઢામાંથી ફીણ (Foam) નીકળતા હતા. તેને સર્પે દંશ દિધો હોયાનું માની સારવાર માટે દવાખાને ખસેડાઇ હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.

આ પણ વાંચો: ગાંધીનગરમાં સર્પ દંશ પર જાગૃતિ સેમિનાર યોજાયો

બે બાળકે રમતાંરમતાં ઝેરી પાઉડર પી લીધો

આ સાથે જ અમરેલીમાં લાઠી રોડ પર બ્રાહ્મણ સોસાયટીમાં એક શિક્ષક પરિવારના બે બાળકે રમતાંરમતાં ઝેરી પાઉડર (Toxic powder) પી લીધો હોવાની ઘટના પણ સામે આવી છે. જેને પગલે બાળકોને ઉલટીઉબકાં થવા લાગ્યાં હતાં. બાદમાં આ ઝેરી પાઉડર (Toxic powder) માતાએ પણ ચાખતાં ત્રણેયને ઝેરી દવાની અસર થતાં તાત્કાલિક સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં. અત્યારે માતા અને બન્ને પુત્રો સારવાર હેઠળ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.