ETV Bharat / state

અરવલ્લીમાં વરસાદ ઓછો થતા પાક નિષ્ફળ જવાની શક્યતા

સમગ્ર ઉત્તર ગુજરાતમાં આ વર્ષે ચોમાસું નબળું રહ્યું છે. છૂટાછવાયા વરસાદને બાદ કરતા જૂન, જુલાઈ અને ઓગસ્ટ માસમાં નહિવત વરસાદ થતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ઓગસ્ટ માસ પૂર્ણતાના આરે છે, ત્યારે અરવલ્લીમાં હજુ માત્ર 21 ટકા વરસાદ (Low rainfall in Aravalli) નોંધાયો છે.

Rain in Aravalli
Rain in Aravalli
author img

By

Published : Aug 19, 2021, 7:05 PM IST

  • ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 50 ટકા ઓછો વરસાદ નોધાયો
  • જિલ્લામાં ખેતી માટે જળાશયો જીવાદોરી સમાન
  • પૂરતો વરસાદ ન થવાના પગલે મગફળી તેમજ કપાસમાં જીવાતનો ઉપદ્રવ શરૂ થયો

અરવલ્લી: જિલ્લામાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 50 ટકા ઓછો વરસાદ (Low rainfall in Aravalli) નોંધાયો છે. ગત વર્ષે ઓગસ્ટ માસના અંત સુધીમાં લગભગ 70 ટકા જેટલો વરસાદ વરસતા જિલ્લાના જળાશયો પાણીથી છલોછલ હતા. આ વર્ષે માત્ર 21 ટકા વરસાદ થતાં જણાવશોમાં ખૂબ જ ઓછું પાણી છે. જિલ્લામાં ખેતી માટે જળાશયો જીવાદોરી સમાન છે. ગત વર્ષે શિયાળા અને ઉનાળામાં જિલ્લાના જળાશયોમાંથી નિયમિત પાણી મળતા મગફળી કપાસ અને બટાકાનું નોંધપાત્ર ઉત્પાદન થયું હતું. આ વર્ષે પૂરતો વરસાદ ન થવાના પગલે મગફળી તેમજ કપાસમાં જીવાતનો ઉપદ્રવ શરૂ થયો છે.

અરવલ્લીમાં વરસાદ ઓછો થતા પાક નિષ્ફળ જવાની શક્યતા

આ પણ વાંચો: રાજ્યમાં 20 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજસ્થાનમાં ઓછા વરસાદની અસર અરવલ્લીના જળાશયો પર

અરવલ્લીના જળાશયોમાં પાણીનો આવરો વરસાદ (Low rainfall in Aravalli) ઉપરાંત રાજસ્થાન તરફથી આવતી નદીઓ પણ છે. આ વર્ષે રાજસ્થાનમાં પણ વરસાદ ઓછો હોવાને લઈને ઉપરવાસમાંથી પાણીનો આવરો નથી. તેથી પરિસ્થિતિ ખૂબ જ કપરી બની છે. આવી પરિસ્થિતિમાં રાહતની વાત એ છે કે, જળાશયોમાં પીવાના પાણીનો જથ્થો પુરતો છે. ચાલુ સિઝનમાં ઓછો વરસાદ પડે તો પણ જળાશયોમાંથી આપવામાં આવતું પીવાનું પાણી નિયમિત આપવામાં આવશે તેવું સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર કે.બી.પટેલીયાએ જણાવ્યું હતું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.