ETV Bharat / state

ગ્રાહક શક્તિશાળી છે – ગ્રાહક સુરક્ષા દિન નિમિત્તે વિશેષ સંદેશ - ગ્રાહક સુરક્ષા અધિનિયમ

ગ્રાહક હકો અને જરૂરિયાતો વિશે વૈશ્વિક જાગૃતિ લાવવાના એક પ્રયાસરૂપે વિશ્વભરમાં 15 માર્ચના રોજ ઉપભોક્તા અધિકાર દિવસ મનાવવામાં આવે છે. આ દિવસે તમામ ગ્રાહકોના હકોનું સન્માન અને સંરક્ષણ કરવામાં આવે, તે માટે લોક જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવે છે.

વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ
વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ
author img

By

Published : Mar 15, 2021, 12:03 AM IST

  • માણસ જન્મતા સાથે એક ગ્રાહક બની જાય છે
  • ગ્રાહક શક્તિશાળી છે
  • ગ્રાહક સુરક્ષા દિન નિમિત્તે વિશેષ સંદેશ

અરવલ્લી : માણસ જન્મતા સાથે એક ગ્રાહક બની જાય છે. રોજ સવાર પડતાની સાથે આપણે આપણા ઉપયોગ માટેની વસ્તુઓની ખરીદી કરીએ છીએ, ત્યારે કેટલીક વખતે છેતરપિંડિંનો ભોગ પણ બનતા હોઇએ છીએ. સામાન્ય સંજોગોમાં મોટા ભાગના વ્યક્તિઓ કંપનીઓ દ્વારા કરવામાં આવેલા અન્યાય સામે લડત આપવાનું ટાળે છે, પરંતુ કેટલાક લોકો ન્યાયિક પ્રક્રિયામાં વિશ્વાસ રાખી ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરિયાદ કરી ન્યાય મેળવે છે.

આ પણ વાંચો - રાષ્ટ્રીય ગ્રાહક દિવસ - 2020 - " સતત ટકી રહેલો ગ્રાહક"

મોડાસામાં ગ્રાહકને ન્યાય મળ્યો

અરવલ્લીના મોડાસામાં વર્ષોથી ગ્રાહક સુરક્ષા અંગેના કેસ લડતા એડવોકેટનું માનવુ છે કે, જ્યારે પણ કોઇ કંપની દ્વારા ગ્રાહક સાથે અન્યાય કરવામાં આવે તો ગ્રાહકે જાતે અથવા તો વકીલની મદદથી કંપની વિરૂદ્વ ફરિયાદ કરી ન્યાય મેળવવો જોઇએ. મોડાસાના એક કાપડના વેપારી સાથે અન્યાય થતા તેમણે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરિયાદ કરી હતી. જ્યાં કેસ ચાલી જતા તેમને સંતોષકારક ન્યાય મળ્યો હતો.

જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ચાલેલા કેટલાક કેસની વિગત

ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ મોટા ભાગના કેસ ઇન્સ્યોરન્સ કંપણી ક્લેમ ચૂકવામાં કરવામાં આવતી અવળચંડાઇઓને લઇને હોય છે. તાજેતરમાં અમદાવાદમાં જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ચાલેલા કેટલાક કેસની વિગતો આ મુજબ છે.

ગ્રાહક સુરક્ષા દિન નિમિત્તે વિશેષ સંદેશ

આ પણ વાંચો - ગ્રાહક સંબધિત ફરિયાદોમાં ન્યાય અપાવે છે ગ્રાહક તકરાર નિવારણ ફોરમ

કેસ નંબર - 1

ફરિયાદીએ આંખના મોતીયાનું ઓપરેશન કરાવ્યુ હતું. જેનો મેડિકલ ખર્ચ રૂપિયા 81,595 થયો હતો. જો કે, ધી ઓરિયન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીએ ફરિયાદીને ફકત રૂપિયા 24,000 ચૂકવ્યા હતા અને બાકીની રકમ રિઝનેબલ એન્ડ કસ્ટમરીના આધાર હેઠળ કપાત કરી હતી. આ કેસમાં જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન ધી ઓરિયન્ટલ ઇન્સ્યોરન્સ કંપની ફરિયાદીને બાકીના રૂપિયા 57,595 જે દિવસથી ફરિયાદ દાખલ થઇ હતી, તે દિવસથી 8 ટકા વ્યાજ સહિત ચૂકવવાનો હુકમ કર્યો હતો.

આ પણ વાંચો - પાટણમાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરાઈ

કેસ નંબર - 2

ફરિયાદીએ ન્યૂ જયલલીતા કો.ઓ.હા.સો.લીના ડેવલપર્સને મકાન ખરીદવા માટે રૂપિયા 98,000 ચૂકવ્યા હતા. ડેવલપર્સ અગ્મય કારણસર સ્કિમ બંધ કરતા ફરિયાદીના નાણાં અટવાયા હતા. ફરિયાદીએ અમદાવાદ ગ્રામ્ય ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ ફરિયાદ કરી હતી. જેના પગલે ફોરમે ન્યૂ જયલલીતા કો.ઓ.હા.સો.લીના ડેવલપર્સને ફરિયાદીને રૂપિયા 98,000 જે દિવસથી ફરિયાદ કરી હતી, તે દિવસથી 8 ટકા વ્યાજ સહિત ચૂકવવાનો હુકમ કર્યો હતો. આ ઉપરાંત મેન્ટલ એગોની, હેરસમેન્ટ અને હાર્ડશિપ પરત્વે રૂપિયા 10,000 અને ખર્ચ પેટે રૂપિયા 5000 ચૂકવાનો હુકમ કર્યો હતો.

કેસ નંબર - 3

ફરિયાદી શ્રીજી હાર્ટકેર હોસ્પિટલ, સાબરમતી અમદાવાદ ખાતે સારવાર મેળવવા દાખલ થયા હતા. આ હોસ્પિટલના તબીબ હાર્ટને લગતા રોગાનો ઇલાજ કરે છે, જ્યારે ફરિયાદને કિડનીની તકલીફ હોવા છતાં તેમને જાણ કર્યા વગર ઇલાજ ચાલુ રાખવાથી તબીયત વધારે લથડી હતી. તબીબે ફરિયાદી પાસે મોટી રકમ પણ વસૂલ કરી હતી. આખરે ફરિયાદી સિવલ હોસ્પિટલમાં આવેલી કિડની હોસ્પિટલમાં દાખલ થયા હતા. તબીબની બેદરકારીના કારણે ફરિયાદીને કિડની બદલવી પડી હતી. આ અંગે ફરિયાદીએ અમદાવાદ ગ્રામ્ય ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ ફરિયાદ કરી હતી. જેમાં તબીબ કસૂરવાર જણાતા ફોરમે તબીબને ફરિયાદીને રૂપિયા 7,06,615 જે દિવસથી ફરિયાદ કરી હતી, તે દિવસથી 8 ટકા વ્યાજ સહિત ચૂકવી આપવા હુકમ કર્યો હતો.

આ પણ વાંચો - ગ્રાહક સુરક્ષા ફોરમે કર્યો ન્યાય, 5 વર્ષ બાદ બગેડેલો ફોન રિપેર, બદલી કે પૈસા પરત કરે લેનોવો

વિશ્વ ગ્રાહક અધિકાર દિવસનો ઇતિહાસ

વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ રાષ્ટ્રપતિ જ્હોન એફ કેનેડી દ્વારા પ્રેરિત છે, જેમણે 15 માર્ચ, 1962ના રોજ US કોંગ્રેસને એક ખાસ સંદેશ આપ્યો હતો. જેમાં તેમણે ગ્રાહક અધિકારના મુદ્દા પર ઔપચારિક રીતે સંબોધન કર્યું હતું. આવું કરનારા તેમને વિશ્વના પ્રથમ નેતા હતા.

ભારતમાં ગ્રાહક અધિકાર

ગ્રાહક અધિકારોનો વ્યાપક અર્થ એ છે કે, દરેક ઉપભોક્તાને માલ અથવા સેવાઓની ગુણવત્તા, કાર્યસાધકતા, જથ્થા, શુદ્ધતા, ભાવ અને ધોરણ વિશે માહિતી મેળવવાનો અધિકાર છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 1986 હેઠળ ભારત સરકારે આપણને 6 મૂળભૂત અધિકાર આપે છે, જે દરેક ભારતીયને જાણવા જોઇએ. જેમાં ઉપભોક્તાને ઉત્પાદનોની પસંદગી કરવાનો, તમામ પ્રકારના જોખમી માલથી સુરક્ષિત રહેવાનો, તમામ ઉત્પાદનોની કામગીરી અને ગુણવત્તા વિશે માહિતગાર થવાનો, ગ્રાહકના હિતોથી સંબંધિત તમામ નિર્ણય લેવાની પ્રક્રિયામાં સાંભળવાનો, જ્યારે પણ ગ્રાહક અધિકારોનું ઉલ્લંઘન થાય ત્યારે નિવારણ માટે ફરિયાદ કરવાનો અને ગ્રાહક સુરક્ષા અંગે સંપર્ણ જાણકારી મેળવાનો અધિકાર છે.

આ પણ વાંચો - કન્ઝ્યૂમર પ્રોટેક્શન ઇ-કોમર્સ રૂલ્સ (ગ્રાહક સુરક્ષા ઇ-કોમર્સ નિયમો), 2020

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.