- સમગ્ર રાજયમાં કોરોના રસીકરણ કાર્યક્રમ 16 જાન્યુઆરીથી શરૂ
- 1 એપ્રિલથી 45 વર્ષથી વધુ વયના વ્યક્તિઓ માટે અરવલ્લી જિલ્લામાં રસીકરણ શરૂ
- વિનામૂલ્યે રસીકરણની શરૂઆત
અરવલ્લી: કોરોના વાઇરસની હાલમાં વધતી જતી મહામારી સામે રક્ષણ પૂરું પાડવાના હેતુથી સરકાર દ્વારા સમગ્ર રાજયમાં કોરોના રસીકરણ કાર્યક્રમ 16 જાન્યુઆરીથી અલગ-અલગ જૂથ માટે શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત 1 એપ્રિલથી 45 વર્ષથી વધુ વયના વ્યક્તિઓ માટે અરવલ્લી જિલ્લામાં તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ભીલોડા, શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પેટા આરોગ્ય કેન્દ્રો ખાતે તેમજ તાલુકાના અમુક જાહેર સ્થળોએ પણ વિનામૂલ્યે રસીકરણની શરૂઆત કરવામાં આવી છે.
રસી માટેની પ્રક્રિયા
કોવિડ-19 રસી લેનારા દરેક વ્યક્તિઓએ રસીકરણ દરમિયાન પોતાનું ઓળખકાર્ડ પાસે રાખવું જરૂરી છે. રસીકરણ માટે ઓનલાઈન કોવિડ 2.0 તેમજ આરોગ્ય સેતુ એપ દ્વારા રજિસ્ટ્રેશન કરી શકાય છે. આ સિવાય રજિસ્ટ્રેશન કરાવ્યા વિના પણ રસીકરણ સ્થળ પર તાત્કાલિક રજિસ્ટ્રેશન કરાવી શકાય છે.
આ પણ વાંચો: પોરબંદર જિલ્લામાં 1 એપ્રિલથી રસીકરણ અભિયાન શરૂ
આરોગ્ય તંત્રની અપીલસબંધિત વયજૂથના જિલ્લાના તમામ વ્યક્તિઓ રસીકરણ વહેલામાં વહેલી તકે લઈ લે સેમજ કોવિડ-19ની ગંભીર બીમારીથી રક્ષિત થાય તેવી જિલ્લા આરોગ્ય તંત્રએ જાહેર જનતાને અપીલ કરી હતી.
આ પણ વાંચો: નવસારીમાં કોરોના રસીકરણના ત્રીજા તબક્કાનો પ્રારંભ