અરવલ્લી : બાયડ ગામના ડી.એન.મલેક અને રડોદરા ગામના સંદીપગીરી ગોસ્વામીના પરિવારો વચ્ચે વર્ષોથી સંબધ અકબંધ છે. કોમવાદના કેટલાક પતજળ આવ્યા, પરંતુ તેમની વચ્ચેના પ્રેમના પાંદડા ક્યારે ખર્યા નથી. સંદીપગીરી ગોસ્વામીના ઘરે તેમની દીકરી સુહાનીના લગ્ન લેવાયા હતા. આ પ્રસંગમાં મલેક પરિવારના સગા સંબંધીઓ પણ જાણે પોતાની દીકરીના લગ્ન હોય તેવી રીતે સુહાનીના લગ્નમાં સામેલ થયા હતા. મલેક પરિવાર દ્વારા સુહાનીના લગ્ન પ્રસંગમાં મામેરું કરવામાં આવ્યું હતું.
આ મુસ્લિમ પરિવારે દીકરીને હિન્દુ રીતરિવાજ પ્રમાણે કપડાં, દાગીના, રોકડ રકમ આપી મામેરૂ કર્યુ હતું, ત્યારે બાયડના મુસ્લિમ પરિવાર દ્વારા કરવામાં આવેલા આ મામેરાની અને મલેક અને ગોસ્વામી પરિવારના અતૂટ સબંધની ચોરેને ચોકે ચર્ચા થઇ રહી છે.