અરવલ્લીઃ જિલ્લામાં ગ્રામ વિકાસ એજન્સી અને અરવલ્લીના સહયોગથી તથા જિલ્લા આરોગ્ય વિભાગના સંયુકત ઉ૫ક્રમે નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે ના ભાગ રુપે એડોલેશન્ટ હેલ્થ ડેની ઉજવણી કરવામાં આવી હતી,જેમાં અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી ડૉ અનિલ ધામેલીયા, અરવલ્લી અને ડી.આર.ડી.એ. ડાયરેકટર ઉપસ્થિત રહ્યા હતા .
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, કાર્યક્રમમાં 280 વિદ્યાર્થીનીઓના હિમોગ્લોબીન અને બ્લડગ્રૂપની ચકાસણી કરવામાં આવી હતી. તાલુકા આરોગ્ય અધિકારી ર્ડા.જીજ્ઞાબેન તેમજ ડૉ.જયસ્વાલે વિદ્યાર્થીનીઓને એડોલેશન્ટ હેલ્થ ડે અન્વયે માહિતી પુરી પાડી હતી, તથા મોડાસાના જાણીતા સ્ત્રીરોગ નિષ્ણાંત તબીબ, ડૉ. જલ્પાબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા.