ETV Bharat / state

ઘરકંકાસથી કંટાળી પતિએ જ આપી પત્નીની હત્યાની સોપારી

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના આકરૂન્દ ગામ પાસે ગત શનિવારે દંપતિ પર થયેલા હુમલાનો ભેદ ઉકેલાયો છે. જેમાં પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે. આરોપી પતિએ ઘરકંકાસથી કંટાળી જતા પત્નિની સોપારી આપી હોવાનો ખુલાસો કર્યો હતો.

etv bharat
અરવલ્લી : ઘરકંકાસથી કંટાળી પતિએજ આપી પત્નિની સોપારી
author img

By

Published : Sep 9, 2020, 7:15 PM IST

અરવલ્લી : ગત શનિવારે જિલ્લાના ધનસુરાના આકરૂન્દ ગામ પાસેથી બાયડના વિજયગીરી ભુરગીરી ગોસ્વામી અને તેમની પત્ની પારૂલબેન બંન્ને બાઇક પર જતા હતા. તે દરમિયાન આકરૂન્દ ગામમાં રોડની બાજુમાં બાઇક ઉભી રાખી વિજય લઘુશંકા કરવા ગયો હતો. તે વખતે અચાનક બે ઇસમો આવ્યા હતા અને બાઇક પાસે ઉભા રહેલા પારૂલબેન પર તીક્ષણ હથિયાર વડે હુમલો કરી ગળાના ભાગે ઇજાઓ કરી હતી. આ જોતા જ વિજય તેની પત્નીને બચાવવા જતા તેને પણ નાની મોટી ઇજાઓ પહોંચી હતી.

અરવલ્લી : ઘરકંકાસથી કંટાળી પતિએજ આપી પત્નિની સોપારી

આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. જેમાં પોલીસે જીણવટભરી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, વિજય કે પારૂલબેનને કોઇની સાથે દુશમનાવટ હતી નહી અને હુમલાખોરો ચોરીના ઇરાદે આવ્યા હતા. ત્યારબાદ પોલીસને ફરિયાદીની વર્તણુંક શંકાસ્પદ જણાતા તેની આગવી ઢબે પૂછરપરછ કરવામાં આવી હતી. જેથી તે ભાંગી પડ્યો હતો અને સમગ્ર કાવતરાનો ભાંડો ફૂટ્યો હતો.

પોલીસે ધરપકડ કરેલા આરોપી વિજયની પૂછપરછમાં જણાવા મળ્યું હતું કે, તેણે ગૃહકંકાસથી ત્રાસી તેની પત્નીને મારી નાખવા માટે બે આરોપીઓને સોપારી આપી બોલાવ્યા હતા. બાયડમાં રહેતા આરોપી વિનોદભાઇ ફોગતભાઇ લુહારને બે લાખની સોપારી આપી અમદાવાદથી ઇસમો બોલાવી પારૂલબેન તથા વિજયભાઇ આકરૂન્દ પોતાના વતનમાં જતા હતા. તે દરમિયાન પારૂલબેનું કાસળ કાઢી નાખવાનો પ્લાન બનાવ્યો હતો. પોલીસે ગણતરીઓના દિવસોમાં આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે હવે અમદાવાદના બે સોપારી કિલર અલ્કેશ ભીખા બેરવા અને અન્ય એક ગાંડાજી તરીકે ઓળખાતા આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.