પેટાચૂંટણીને માટે બાયડ બેઠક પર રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ પક્ષના નેતા ઉમેદવાર પસંદગી કરવામાં વ્યસ્ત છે, ત્યારે બાયડના નાગરિકો સ્થાનિક ઉમેદવારને બેઠક પર ઉતારવાની માગ કરી રહ્યાં છે.
આ અંગે જવાબ આપતાં કોંગ્રેસ નેતા કમલેન્દ્ર સિંહ ઠાકોરે જણાવ્યું હતું કે,"જનતાની માગ છે પણ તેવું થઈ શકે તેમ નથી. અમે અહીંથી ઉમેદવારના નામ પ્રદેશ પ્રમુખને મોકલી દીધા છે. ત્યારબાદ હાઈ કમાન્ડ દ્વારા નિર્ણય અનુસાર ઉમેદવારનુ નામ જાહેર કરવામાં આવશે."
બીજીતરફ ભાજપ પણ કોંગ્રેસમાંથી આવેલા ધવલસિંહને ઉમેદવાર બનાવવા કે પક્ષના કોઈ જૂના જોગીને મેદાને ઉતારવા તે અંગે મૂંઝવણમાં છે. પરંતુ પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા ધવલસિંહ ઝાલાએ પેટાચૂંટણીની તમામ બેઠકો પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
આમ, બંને પક્ષો પેટાટાચૂંટણીની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. સાથે પોતાની જીત નિશ્વિત કરવા પ્રજાને રીઝવવાના પ્રયાસો કરી રહ્યાં છે.