ETV Bharat / state

PSI અને બુટલેગરની ઓડિયો ક્લીપ વાયરલ થતા PSI સસ્પેન્ડ - PSI suspended Akavalli

અરવલ્લી જિલ્લાના મેઘરજના PSI એન.એમ સોલંકીની બુટલેગર સાથે વાતચીત કરતી ઓડિયો ક્લીપ વાયરલ થતા સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી હતી. આ મામલે કાર્યવાહી કરી જિલ્લા એસ.પી સંજય ખરાતે તપાસના આદેશ આપ્યા બાદ PSI એન.એમ સોલંકીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

અરવલ્લી
અરવલ્લી
author img

By

Published : Feb 14, 2021, 9:36 PM IST

  • PSI અને બુટલેગરની ઓડિયો ક્લીપ વાયરલ થઇ હતી
  • જિલ્લા SP એ PSIને સસ્પેન્ડ કર્યો
  • ઓડિયો ક્લીપ વાયરલ થતા સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી

અરવલ્લીઃ જિલ્લાના મેઘરજના PSI એન.એમ સોલંકીની બુટલેગર સાથે વાતચીત કરતી ઓડિયો ક્લીપ વાયરલ થતા સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી હતી. આ મામલે કાર્યવાહી કરી જિલ્લા એસ.પી સંજય ખરાતે તપાસના આદેશ આપ્યા બાદ PSI એન.એમ સોલંકી તાત્કાલીક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા

અરવલ્લીમાં ખાખીને લાગ્યો વધુ એક દાગ

અરવલ્લી જિલ્લામાં આતંરરાજ્ય સરહદો આવેલી હોવાથી રાજસ્થાનમાંથી મોટા પાયે દારૂ ગુસાડવામાં આવે છે. જેના પગલે પોલીસ અધિકારીઓની બુટલેગરો સાથેની ભાઇબંધીની ઘટનાઓ કેટલીય વખત બહાર આવી છે, ત્યારે વધુ એક વખત બુટલેગર અને ખાખીની જુગલબંધી બહાર આવી છે. જેમાં મેઘરજ પી.એસ.આઈ એન. એમ સોલંકી અને બુલેગરની ઉત્તરાયણ પહેલાની વાતચીતની ઓડિયો ક્લીપ વાયરલ થયો છે. આ ઓડિયો ક્લીપમાં બુટલેગર અને PSI સોલંકીને ઉત્તરાયણ હોવાથી મેઘરજની ઉંડવા બોર્ડર પરથી બે બોટલ દારૂ લઇને નિકળશે. તેવી જાણ કરી સંભાળી લેવાની વાત કરી રહ્યો છે. શરૂઆતમાં આનાકાની કર્યા બાદ PSI પરવાનગી આપે છે પણ એના સિગ્નેચર બ્રાન્ડની બોટલ લઇ આવવાનું કહે હતુ.

ઓડિયો ક્લીપમાં હપ્તાની વાત પણ થઇ

PSI એન એમ સોલંકી વાતવાતમાં વહીવટ પણ પતાવી દીધો હોવાનું બુટલેગરને પુછે છે, ત્યારે બુટલેગર વહીવટ પતાવી દીધો છે તેમ જણાવે છે. ઓડિયો ક્લીપ વાયરલ થતા જ પોલીસ બેડામાં ચર્ચાનો દોર શરૂ થયો છે. જેમાં અન્ય કેટલા પોલીસ અધિકારીઓ આ બુટલેગરના સંપર્કમાં છે. તેવા કેટલાય તર્કવિતર્ક સર્જાઇ રહ્યા છે. વાતચીતમાં પી.એસ.આઈ બુટલેગરને વોટસઅપ કોલિંગ કરવાનું કહી રહ્યો છે, ત્યારે બુટલેગર નેટવર્કનું બહાનું બતાવી વાત ચાલું રાખે છે, ત્યારે શું પોલીસ અધિકારીઓના ગોરખધંધા બહાર ન આવે તે માટે વોટસ એપ કોલિંગ થી બધા વહિવટ કરવામાં આવી રહ્યા છે. તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યુ છે .

PSIને સસ્પેન્ડ કરવામાં આવ્યા

ઓડિયો ક્લીપ વાયરલ થતા જ અરવલ્લી જિલ્લા પોલીસવડા સંજય ખરાતે તપાસના આદેશ આપી દીધા હતા અને ગણતરીના કલાકોમાં મેઘરજ PSI સોલંકીને સસ્પેન્ડ કરી દેતા પોલીસબેડામાં હડકંપ મચ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.