ETV Bharat / state

‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ની ખોટી જાહેરાતોથી પોસ્ટ ઑફિસમાં માનવ મહેરામણ

અરવલ્લી: કેન્દ્ર સરકારની 'યોજના બેટી બચાઓ બેટી પઢાઓ' યોજનાની અફવાના પગલે જિલ્લામાં 8 થી 22 વર્ષની દીકરીઓને કેન્દ્ર સરકાર 2 લાખની સહાય આપવાની અફવા ફેલાવી હતી. જેના કારણે શનિવારના રોજ દિવસભર લોકોનો પોસ્ટ ઑફિસમાં ધસારો જોવા મળ્યો હતો. જિલ્લામાં છેલ્લા 3 દિવસથી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા 'બેટી બચાવો બેટી પઢાઓ' યોજનામાં કેન્દ્ર સરકાર 8 થી 22 વર્ષની દીકરીઓને 2 લાખની સહાય આપવાની છે. તેવી ભ્રામક યોજનાના મેસેજથી જિલ્લાના નાગરિકોમાં ભારે દોડધામ મચી હતી.

પૉસ્ટ ઑફિસ અરવલ્લી
author img

By

Published : Mar 30, 2019, 10:42 PM IST

તો આ મામલે સહાયનો લાભ લેવા નાગરિકો મહત્વ દસ્તાવેજો જેવા કે આધારકાર્ડ, શાળાનું પ્રમાણપત્ર અને રેશનકાર્ડ, ભારત સરકાર મહિલા અને વિકાસ મંત્રાલય શાસ્ત્રી ભવન નવી દિલ્હીના પંજીકૃત સરનામે મોકલતા હોવાનું જાણવા મળ્યું હતું.

પૉસ્ટ ઑફિસમાં લોકોની ભીડ

જો કે, આ ફોર્મ ઝેરોક્ષની દુકાનો અને ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક અફવા ફેલાવનારા તત્વોએ 100 રૂપિયામાં વહેંચી લોકોને પોસ્ટ ઑફિસમાં દોડતા કર્યા હતા. પોસ્ટ ઑફિસના કર્મચારીઓ અને વહીવટી તંત્ર દ્વારા ખુલાસો કરવા છતાં પ્રજાજનોએ રજિસ્ટર ADથી ફોર્મ મોકલ્યા હતા.

તો આ 'બેટી બચાવો બેટી પઢાઓ'ના ફોર્મમાં સરપંચ અને મોડાસા નગરપાલિકાના નગરસેવકની સહી સિક્કા તરીકે માંગ્યા હોવાથી ગ્રામ્ય વિસ્તારના સરપંચ અને નગરસેવકોએ પણ કોઈપણ જાતની ખરાઈ કર્યા વગર સહી સિક્કા કરી આપ્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે જિલ્લા વહીવટી તંત્રએ લોકોને કોઇપણ પ્રકારની જાણકારી વિના ફોર્મ ભરવા નહીં તેવું જણાવ્યું હતું.

તો અંગેની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો મેસેજ આખરે ખોટો છે. ઘટનાની ગંભીરતા જોઈ તંત્રએ લોકોને જાગૃત રહેવા અપીલ કરી હતી. જો કે, સવાલ એ થાય છે કે, આટલું મોટું કારસ્તાન છતાં કોઈનું ધ્યાન કેમ ન ગયું ? કેમ કે છેલ્લા 2 દિવસથી આ મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 2 દિવસમાં મોડાસા પોસ્ટ ઑફિસથી 1,000 કરતા પણ વધારે અરજદારોએ ફોર્મ મોકલ્યા છે. તો આ આધારકાર્ડ, રેશનકાર્ડ અને સ્કૂલનું પ્રમાણપત્ર, જેવા મહત્વના દસ્તાવેજ ઉઘરાવવાનો પાછળ કોઇ ષડયંત્રનો ભાગ તો નથી ને તે હવે જોવું રહ્યું.

Intro:અરવલ્લી જિલ્લામાં કેન્દ્ર સરકારની સહાયની અફવાના પગલે પોસ્ટ ઓફિસમાં ઘસારો

મોડાસા અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં 8 થી 22 વર્ષની દીકરીઓને કેન્દ્ર સરકાર બે લાખની સહાય આપવાની અફવાના કારણે આજ દિવસ ભર લોકોનો પોસ્ટ ઓફિસમા ઘસારો જોવા મળ્યો હતો. જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા બેટી બચાવો બેટી પઢાઓ યોજનામાં કેન્દ્ર સરકાર આઠથી બાવીસ વર્ષની દીકરીઓને બે લાખની સહાય આપવાની છે તેવી ભ્રામક યોજનાના મેસેજથી જિલ્લાના પ્રજાજનોમાં ભારે દોડધામ મચી હતી .

Body:
સહાય મેળવવા પ્રજાજનો મહત્વ દસ્તાવેજ જેવાકે આધાર કાર્ડ શાળાનું પ્રમાણ પત્ર અને રાશન કાર્ડ ..ભારત સરકાર મહિલા અને વિકાસ મંત્રાલય શાસ્ત્રી ભવન નવી દિલ્હીના પંજીકૃત સરનામે મોકલતા હોવાનું જાણવા મળ્યું હતું.

આ ફોર્મ ઝેરોક્ષ ની દુકાનો અને ગ્રામ્ય વિસ્તારોમાં લેભાગુ તત્વોએ સો રૂપિયામાં વેચી લોકોને પોસ્ટ ઓફિસમાં દોડતા કર્યા હતા. પોસ્ટ ઓફિસના કર્મચારીઓ અને વહીવટી તંત્ર દ્વારા ખુલાસો કરવા છતાં પ્રજાજનોએ રજિસ્ટર એડી.થી ફોર્મ મોકલ્યા હતા

બેટી બચાવો બેટી પઢાવો ના ફોર્મ માં સરપંચ અને મોડાસા નગરપાલિકાના નગરસેવક ની સહી સિક્કા તરીકે માગ્યા હોવાથી ગ્રામ્ય વિસ્તારના સરપંચ અને નગરસેવકોએ પણ કોઈપણ જાતની ખરાઈ કર્યા વગર સહી સિક્કા કરી ય આપ્યા હતા ત્યારે આ સમગ્ર મામલે જિલ્લા વહીવટી તંત્રે લોકોને કોઇપણ પ્રકારની જાણકારી વિના ફોર્મ ભરવા નહીં તેવું જણાવ્યું હતું.

બાઈટ અરજદાર

બાઈટ અરજદાર

બાઈટ. આર.જે.વલવી નિવાસી અધિક કલેક્ટ અરવલ્લી

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો મેસેજ આખરે ખોટો છે . ઘટનાની ગંભીરતા જોઈ તંત્રએ લોકોને જાગૃત રહેવા અપીલ કરી હતી. જો કે સવાલ એ થાય છે કે આટલું મોટું કારસ્તાન છતાં કોઈનું ધ્યાન કેમ ન ગયું. કેમ કે છેલ્લા બે દિવસથી આ મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને બે દિવસમાં મોડાસા પોસ્ટ ઓફિસે થી 1000 કરતા પણ વધારે અરજદારોએ ફોર્મ મોકલ્યા છે . આધાર કાર્ડ રાશન કાર્ડ અને સ્કૂલનું પ્રમાણપત્ર જેવા મહત્વના દસ્તાવેજ કોઈ ષડયંત્રનો ભાગ તો નથી ને તે હવે જોવું રહયુ.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.