મોડાસાઃ છેલ્લા એક માસથી સરેરાશ રોજના એક કે બે કોરોના પોઝિટિવ કેસ નોંધાતા અરવલ્લી જિલ્લામાં આરોગ્ય ખાતાએ હાશકારો અનુભવ્યો હતો. જોકે શનિવારના રોજ એક સાથે 11 કોરોના પોઝિટિવ કેસ જ્યારે આ પુર્વે શુક્રવારના રોજ 4 કેસ નોંધાતા લોકોમાં ચીંતા પ્રસરી છે. છેલ્લા બે દિવસમાં નોંધાયેલ કેસમાંથી 13 કેસ મોડાસા તાલુકામાંથી નોંધાયા છે.
હાલ અરવલ્લી જિલ્લાના 31 દર્દીઓ જિલ્લાની તેમજ જિલ્લા બહારની હોસ્પિટલમો કોવીડ-19ની સારવાર હેઠળ છે. તો બીજી બાજુ અરવલ્લી જિલ્લાના આરોગ્ય વિભાગે કોરોનાથી થયેલ મોતના આંકડા છેલ્લા બે માસથી આપવાના બંધ કરી દીધા છે. પ્રાપ્ત માહિતી અનુસાર 60થી વધુ વયના કોરોનાગ્રસ્ત દર્દીઓ જો મૃત્યુ પામે તો ઉંમરલાયક હોવાનાને લઇ આરોગ્ય તંત્ર દ્રારા આવા દર્દીઓના મૃત્યુને નોન કોવિડ ડેથ ગણવામાં આવી રહ્યુ છે.