અરવલ્લી જિલ્લા LCB ,PSI. કે.રાજપૂત અને તેમની ટીમે મોડાસા-હિંમતનગર રોડ પર ખુમાપુર નજીક વાહન ચેકીંગ હાથ ધરતા સ્વીફ્ટ કાર નં- GJ 01 KR 8805ને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કાર ચાલકે પોલીસ ચેકીંગ જોઈ કાર રીવર્સમાં લઈ ભાગવા જતા કાર રોડ નીચે ઉતરી ગઇ હતી.
અંધારાનો લાભ લઈ બુટલેગર ખેતરમાં થઈ નાસી જતા LCB પોલીસે રોડ નીચે ઉતરી ગયેલી સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂના ક્વાટર-બિયર નંગ-432 કીંમત જેની કિંમત અંદાજે રૂપિયા 64800 અને કારની કીંમત રૂપિયા 300000 મળી કુલ 3,64,800 રુપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.