અરવલ્લી : હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસ ઈન્ફેક્શનનો ભારે હાહાકાર મચાવે છે. ત્યારે અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ કોરોના વાયરસ સામે સતર્ક બની છે. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લાના તબીબોની એક બેઠક યોજી કોરોના વાયરસ અંગે સમજ આપવામાં આવી હતી. જેમાં કોરોના વાયરસ સામે આગોતરા પગલાંના ભાગરૂપે મોડાસા સાર્વજનિક હોસ્પિટલ એઇમ્સ હોસ્પિટલ અને બાયડની વાત્રક હોસ્પિટલમાં દર્દીઓ માટે આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશભરનાં એરપોર્ટ પર સરકાર દ્વારા આરોગ્ય ટીમો પહોંચાડી દેવામાં આવી છે. ખાસ કરીને જાપાન થાઈલેન્ડ અને ચીનથી આવતા લોકોને એરપોર્ટ પર અલાયદી જગ્યા કરી તેઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવી રહી છે.