અરવલ્લી: જન્માષ્ટમીના તહેવારોમાં રાંધણ છઠનું મહત્ત્વ અનેરું હોય છે, પરંતુ કોરોનાના કપરા કાળમાં ગરીબો માટે તહેવારો ઉજવવા ખૂબ જ અઘરા છે, ત્યારે નટુભાઈ ચૌધરી ચેરીટેબલ ટ્રસ્ટ અને જાયન્ટસ મોડાસા તરફથી તહેવારોની ઉજવણી કરી શકાય તેવી શાકભાજી સહિતની ચીજવસ્તુઓની રેશનીંગ કીટ દિવ્યાંગ પરિવારની દીકરીઓના વાલીઓને સર્વ શિક્ષા અભિયાન આઇ.એ.ડી વિભાગના સહકારથી પૂરી પાડી હતી.
આ કાર્યક્રમમાં જાયન્ટસ ઝોન ઉપપ્રમુખ નિલેશભાઈ જોષી, મોડાસા જાયન્ટસ પ્રમુખ નરેન્દ્ર પટેલ, પ્રવીણ પરમાર, જાયન્ટસના સભ્યો ભગીરથભાઈ, નરેશભાઈ પારેખ, દક્ષેશભાઈ પટેલ, મહિયાપુર કિરણ પૂજારા, અમિત કવિ, તારાચંદ મહેશ્વરી હાજર રહ્યાં હતા.