અરવલ્લી : માલપુરમાં વાત્રક ડેમની વચ્ચે મગોડી ગામની સીમમાં આવેલા બેટ પર ધમધમી રહેલા દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ પર માલપુર પોલીસે રેડ પાડી 1000 હજાર લિટરદેશી દારૂના વોશનો નાશ કર્યો હતો. પોલીસની ટીમને મોટર બોટમાં આવતા જોઇ આરોપીઓ પાણીમાં છલાંગ લગાવી ભાગી ગયા હતા.
![etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-arl-03-liquor-den-photo1-gj10013jpeg_24042020185713_2404f_1587734833_289.jpeg)
ઉલ્લેખનીય છે કે હાલ લોક ડાઉનના કારણે ભારતીય બનાવટના વિદેશી દારૂની આવક ઓછી છે. જેના કારણે દેશી દારૂની માંગ વધી છે જેથી આ તકનો લાભ લેવા બુટલેગરો નવી નવી જગ્યા શોધી, દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ બનાવી રહ્યા છે.
![etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-arl-03-liquor-den-photo1-gj10013jpeg_24042020185713_2404f_1587734833_758.jpeg)
બાતમીના આધારે માલપુર પી.એસ.આઈ એન.એમ.સોલંકી અને તેમની ટીમે રેડ કરી ભઠ્ઠીઓના નાશ કર્યો હતો.માલપુર પોલીસે અજાણ્યા બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી બેટ પર દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવતા બુટલેગરોની શોધખોળ હાથધરી છે.