- કોરોનાના કપરા કાળમાં લોકોને ગુજરાન ચલાવવવું મુશ્કેલ બન્યુ
- સરેરાશ એક દિવસમાં 48 હજાર જેટલો દંડ વસૂલ કર્યો
- મોડાસા પોલીસે 5.65 લાખનો દંડ વસૂલ કર્યો
અરવલ્લીઃ કોરોનાની પ્રથમ લહેર અને બીજી લહેર વચ્ચે નોંધપાત્ર સમય સુધી જાણે મહામારીનો અંત આવી ગયો હોય તેમ પોલીસે માસ્ક ન પહેરવા બદલ દંડ લેવાનું મહદઅંશે ટાળ્યુ હતું. જેના પગલે લોકો માસ્ક પહેરવાનું ભુલ્યા હતા. જો કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી બીજી લહેર શરૂ થતા ફરીથી પોલીસે માસ્ક ન પહેરનારા પાસેથી દંડ વસૂલવાનું શરૂ કર્યુ હતું.
આ પણ વાંચોઃ માસ્ક પહેંરવા કહ્યું તો યુવકે મારી પોલીસને થપ્પડ, પછી પોલીસે શું કર્યું? જાણો...
માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં 43.95 લાખ દંડ વસૂલ કર્યો
અરવલ્લી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં માસ્ક ન પહેરનારા લોકો પાસેથી માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં 43.95 લાખ દંડ વસૂલ કર્યો છે. એટલે સરેરાશ એક દિવસમાં 48 હજાર જેટલો દંડ વસૂલ કર્યો છે. કોરોનાના કપરા કાળમાં જ્યારે લોકોને ગુજરાન ચલાવવવું મુશ્કેલ બન્યુ છે. ત્યારે અરવલ્લી પોલીસે 4395 વ્યક્તિઓ પાસેથી રૂપિયા 1000 ઉઘરાવી સરકારી તીજોરી છલકાવી છે.
આ પણ વાંચોઃ ભાવનગર શહેરમાં 15 દિવસમાં 50 લાખનો માસ્કનો દંડ વસૂલાયો
11 પોલીસ સ્ટેશનમાં શામળાજી પોલીસે સૌથી વધુ 7.78 લાખનો દંડ વસૂલ કર્યો
અરવલ્લીના વિવિધ પોલીસ સ્ટેશનોની વાત કરીએ તો 11 પોલીસ સ્ટેશનમાં શામળાજી પોલીસે સૌથી વધુ 7.78 લાખ તેમજ મોડાસા પોલીસે 5.65 લાખનો દંડ વસૂલ કર્યો છે.