અરવલ્લી: જિલ્લાના મુખ્યમથક મોડાસા નગરમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત 3 કરોડના ખર્ચે CCTV લગાવી નેત્રમ કંટ્રોલ રૂમ શરૂ (Aravalli Netram Control Room started)કરવામાં આવ્યો છે. નગરમાં ટ્રાફિક નિયમન, ત્રણ સવારી તેમજ ચાલુ વાહને મોબાઈલ ફોન પર વાત કરવા સહિત અન્ય ટ્રાફીક નિયમોના ભંગ બદલ મેમો આપવામાં આવ્યા હતા. છેલ્લા બે વર્ષમાં સોળ હજાર વાહનોને મેમો (Aravalli City Police )આપવામાં આવ્યા છે. ત્રણસો જેટલા વાહન ચાલકોએ વારંવાર પોલીસના કેમેરામાં કેદ થતાં આવા હેબીચ્યુલ ઓફેન્ડર્સ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. આ ઉમરાંત જે વાહન ચાલકોએ દંડ નથી ભર્યો તેવા વ્યક્તિઓને બ્લેક લિસ્ટમાં મુકી તેમના લાયસન્સ રદ્દ કરવા સહિતની કાર્યવાહી પણ પોલીસ(Aravalli Traffic Police ) દ્વારા હાથ ધરવામાં આવનાર છે.
મેમોનીની રકમ | વર્ષ 2020 | વર્ષ 2021 |
ચૂકવેલ મેમો | 3,709 | 1,962 |
ચૂકવેલ રકમ | 13,45,600 | 7,79,100 |
વણચુકવેલ મેમો | 5683 | 5065 |
વણચુકવેલ રકમ | 24,74,500 | 24,18,300 |
કુલ સંખ્યા | 9,392 | 7,027 |
કુલ રકમ | 38,20,100 | 31,97,400 |
આ સાથે છેલ્લા ત્રણ માસમાં નેત્રમ કેમેરાની મદદથી, હીટ એન્ડ રન, અપહરણ, ગુમ થવાના, ચોરી, ચેન સ્નેચીંગ સહીત 24 ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે જ્યારે 33 દબોચી લેવામાં આવ્યા છે. તેમજ 19 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યા છે. રાજ્યમાં નેત્રમની ત્રિમાસિક કામગીરીની સમીક્ષા કરવામાં આવે છે. જેમાં અરવલ્લી પોલીસ નેત્રમથી ગુનાનો ભેદ ઉકેલવામાં રાજ્યમાં સતત બીજા વર્ષે ત્રીજો ક્રમ પ્રાપ્ત કરતા રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાના હસ્તે PSI જે.એચ.ચૌધરીને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ આ દિવ્યાંગ કલાકારનું એવું કામ કે જે લોકોમાં બન્યો ચર્ચાનો મુદ્દો, જૂઓ તેમની કારીગરી
નેત્રમ અંતર્ગત મોડાસામાં લગાવેલ કેમેરા
અરવલ્લી જિલ્લાના મોડાસામાં કુલ 15 જંક્શન પર 135 કેમેરા લગાવવામાં આવ્યા છે. 135 કેમેરા માંથી 61 કેમેરા ફિક્સ છે જ્યારે 22 કેમેરા 360 તેમજ 180 ડિગ્રી ફરી શકે તેવા પી.ટી.જેડ કેમેરા લગાવવામાં આવ્યા છે. 52 જેટલાં કેમેરા ઓટોમેટીક નંબર પ્લેટ રેકગનાઇઝ કરી શકે તેવા હાઈ રિઝોલ્યુશન એચ.ડી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેથી ગુનાહિત પ્રવૃત્તિઓ પણ અટકાવવા પોલીસને મદદરૂપ થઈ રહ્યા છે. આ કંટ્રોલરૂમમાં 45 જેટલા માણસો 3 સીફટમાં કામ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ Department of Energy paper scam: કથિત મુખ્ય સૂત્રધારે પ્રેસ કોન્ફરન્સ યોજીને કર્યો ખુલાસો