ETV Bharat / state

અરવલ્લી LCB એ બાઇક ચોર ઝડપી પાડ્યો - અરવલ્લી પોલીસ

અરવલ્લી જિલ્લા LCB એ એક રીઢા બાઇક ચોરને ઝડપી પાડ્યો છે. રાજસ્થાનના બાઇક ચોર પાસેથી પોલીસે ત્રણ બાઇક કબ્જે લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Arvalli News
Arvalli News
author img

By

Published : Sep 5, 2020, 11:33 AM IST

મોડાસા: અરવલ્લી જિલ્લા LCB મોડાસા રૂરલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, સાબરકાંઠા જિલ્લા અને રાજસ્થાન રાજ્યમાં મોટર સાયકલોની ચોરી કરતો ઉદેપુરના કણબઇનો રહેવાસી સાગરભાઇ કાન્તિલાલ ગામેતી તેની પાસેની એક હિરો એચ.એફ. ડીલક્ષ મોટર સાયકલ લઈને રાજસ્થાન તરફથી મોડાસા તરફ આવવાનો છે.

જે હકીકત મળતાં શામળાજીથી જીવણપુર આવતા રોડ ઉપર ત્રણ રસ્તા નજીકમાંથી બે પંચના માણસો બોલાવી બાતમી હકીકતથી વાકેફ કરી વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું. આ દરમિયાન સાગરભાઇ એક હિરો એચ.એફ. મોટર સાયકલ, કેસરી કલરના પટ્ટાવાળી કિંમત. રૂપિયા 20,000 ની મળી આવતાં તેની પુછપરછ દરમિયાન અન્ય બીજી 2 મોટર સાયકલ ચોરી કરેલાની હકીકત જણાવાં મળી હતી. જેથી પોલીસે બીજી બે મોટર સાયકલ રુપિયા 1,80,000 ની મળી કુલ કિંમત 2 લાખનો મુદ્દામાલ રીકવર કરી ચોરી અંગે આગળની હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.