અરવલ્લી: મોડાસા નગરમાં કોરોનાનું સંક્રમણનું જોખમ વધવાથી શહેરના ૬૦થી વધુ વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ ઝોન હેઠળ આવરી લેવામાં આવ્યા છે.તેમજ આ વિસ્તારોમાં અવર-જવર પર પ્રતિબંધ મુકાવામાં આવ્યો છે. આ નિયંત્રણ હેઠળના વિસ્તારોની અરવલ્લી જિલ્લા પ્રભારી સચિવ રૂપવંતસિંધે મુલાકાત લીધી હતી. જેમાં મોડાસા શહેરમાં કોરોનાના કેસ મળી આવ્યા છે. તે ટ્રાન્સપોર્ટ નગર સોસાયટી, અમનપાર્ક, શિવવીલા, કાર્તિકેય સોસાયટી અને ચાંદ ટેકરી વિસ્તારના લોકોને મળી તેમને મળી રહેલી આરોગ્ય સેવા અંગે પુછપરછ કરી હતી. આ ઉપરાંત તેમણે ધન્વંતરી રથ દ્વારા શહેરીજનોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી રહી છે કે નહિ તેની સ્થળ પર પહોંચી મુલાકાત લીધી હતી.અને પ્રભારી સચિવએ જિલ્લા અને શહેરમાં વધતા જતા કોરોનાના કેસના કેસ અંગે અધિકારીઓ સાથે બેઠક યોજી અસરકાર પગલા માટેની ચર્ચા કરી હતી.
આ બેઠકમાં જિલ્લા સમાહર્તા અમૃતેશ ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકાર ડૉ. અનિલ ધામેલીયા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.