- ભાજપની કાર્યશૈલીથી નારાજ હોવાની ચર્ચા છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી હતી
- પ્રદેશ ભાજપ પ્રમુખને સંબોધીને લખવામાં આવેલા પત્રમાં નરેન્દ્ર પટેલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો
- જિલ્લા પ્રમખના તુમાખીભર્યા વર્તનથી મોટા ભાગના કાર્યકર્તાઓ ત્રસ્ત
અરવલ્લી: ભાજપમાં અંદરોઅંદરનો ઝઘડો હવે બહાર આવી રહ્યો છે. ધનસુરા તાલુકા ભાજપ મહાપ્રધાન નરેન્દ્ર પટેલ દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ પર સણસણતો આક્ષેપ કરવામાં આવતા જિલ્લા ભાજપ બેડામાં સન્નાટો છવાયો હતો. જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ મનમાની કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવતા ભાજપના કાર્યકર્તાઓમાં ગણગણાટ હતો કે, જિલ્લા પ્રમખના તુમાખીભર્યા વર્તનથી મોટા ભાગના કાર્યકર્તાઓ ત્રસ્ત છે.
આ પણ વાંચો: ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે લીધી વડોદરા શહેરની મુલાકાત
પ્રદેશ ભાજપ પ્રમુખને સંબોધીને પત્ર લખવામાં આવ્યો
અરવલ્લીમાં ભાજપમાં નોંધપાત્ર સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકર્તા જિલ્લા ભાજપની કાર્યશૈલીથી નારાજ હોવાની ચર્ચા છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી હતી. ત્યાં જ વળી ધનસુરાના ભાજપ મહાપ્રધાન નરેન્દ્ર પટેલ દ્વારા આક્ષેપ કરવામાં આવતા વાતમાં કંઇક તો સત્ય હોવાનું લાગી રહ્યુ છે. પ્રદેશ ભાજપ પ્રમુખને સંબોધીને લખવામાં આવેલા પત્રમાં નરેન્દ્ર પટેલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે જિલ્લા પ્રમુખ રાજેન્દ્ર પટેલ દ્વારા હોદ્દેદારો સાથે તુમાખીથી વર્તન કરીને હડધુત કરવામાં આવે છે. પ્રદેશ સંગઠનમાં પોતાની લોબીની શાખનો રૂઆબ જાળતા તેમ પણ કહે છે કે તમારે પ્રદેશમાં રજૂઆત કરવી હોય તો પણ કરી શકો છો.
આ પણ વાંચો: જિલ્લા ભાજપના વિવિધ મોરચાના પદાધિકારીઓની નિમણૂક
કોંગ્રેસના સંકલનમાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો
આ ઉપરાંત વર્ષ 2022માં જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ, કોંગ્રેસના સંકલનમાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે શું ખરેખર આવું છે તેવી ચર્ચાઓ ભાજપના બેડામાં થવા લાગી છે. ધનસુરાના મહાપ્રધાન નરેન્દ્ર પટેલના આક્ષેપોમાં કેટલું સત્ય છે તે તો આવનારા દિવસોમાં બહાર આવશે, પરંતુ હાલ રાજકીય માહોલ ગરમ કરી નાખ્યો છે.