ETV Bharat / state

મોડાસામાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ દુકાનમાં કરી તોડફોડ, 7 લોકોની અટકાયત

અરવલ્લી જિલ્લામાં ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે મોડાસાના રાણા સૈયદ વિસ્તારમાં ગુરૂવારે મોડી રાત્રે બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો એટલો વધી ગયો હતો કે પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા તોફાની તત્વોએ એક દુકાન તોડી નાખી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ટોળાને વિખેરી પોલીસ કાફલો તહેનાત કરી દીધો હતો.

મોડાસામાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ દુકાનમાં કરી તોડફોડ, 7 લોકોની અટકાયત
મોડાસામાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ દુકાનમાં કરી તોડફોડ, 7 લોકોની અટકાયત
author img

By

Published : Jun 18, 2021, 3:18 PM IST

  • ચા અને નાસ્તાની દુકાનમાં 10 જેટલા અસામાજિક તત્વો લાકડી અને ધોકા લઈ આવ્યા હતા
  • દુકાનદારનો કોઈ સંબધી ઘટનામાં તોડફોડ કરનારા એક આરોપીની છોકરીને ભગાડી ગયો હતો
  • માસ્ક તેમ જ સોશિયલ ડિસ્ટન્સના નિયમો ધજાગરા ઉડતા જાહેરનામાનો ભંગ થયો

અરવલ્લીઃ જિલ્લાના મોડાસાના નગરમાં આવેલા રાણા સૈયદ વિસ્તારમાં ગુરૂવારે મોડી રાત્રીએ તોફાની તત્વોએ એક દુકાનમાં તોડફોડ કરી હતી. પતરાના શેડવાળી ચા અને નાસ્તાની દુકાનમાં 10 જેટલા અસામાજિક તત્વો લાકડી અને ધોકા લઈ આવી ગયા હતા અને દુકાનમાં રહેલા ફ્રીજ તેમ જ અન્ય વસ્તુઓ તોડી નાખી અંદાજિત રૂ. 25,000નું નુકસાન કર્યુ હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટોળાને વિખેરી નાંખી પોલીસ કાફલો તહેનાત કરી દેતા મામલો થાળે પડ્યો હતો.

દુકાનદારનો કોઈ સંબધી ઘટનામાં તોડફોડ કરનારા એક આરોપીની છોકરીને ભગાડી ગયો હતો

આ પણ વાંચો- ભાવનગરઃ નજીવી બાબતે ઝઘડો થતાં દુકાનદારે યુવાન પર કર્યો હુમલો, યુવાનનું મોત

તોડફોડ કરનારા આરોપીની દીકરીને ભગાડી ગયો હોવાથી મામલો બગડ્યો હતો

પોલીસ ફરિયાદ મુજબ, દુકાનદારનો કોઈ સંબધી ઘટનામાં તોડફોડ કરનારા એક આરોપીની દીકરીને ભગાડી ગયો હોવાથી મામલો બગડ્યો હતો. આ ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા આવી પહોંચ્યા હતા અને માસ્ક તેમ જ સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ધજાગરા ઉડતા જાહેરનામાનો ભંગ થયો હતો.

માસ્ક તેમ જ સોશિયલ ડિસ્ટન્સના નિયમો ધજાગરા ઉડતા જાહેરનામાનો ભંગ થયો

આ પણ વાંચો- વડોદરામાં નર્સ પત્નીની હત્યા કરનાર શિક્ષક પતિની ધરપકડ, આડા સંબંધને લઈ થતો હતો ઝઘડો

સાત આરોપીઓની અટકાયત કરી

પોલીસે ઘટનાસ્થળેથી મોહસીન અયુબભાઈ મુલતાની, જાહીર નીજમભાઈ મુલતાની, આસીફ અયુબભાઈ મુલતાની, અલ્લારખ નાથુ મુલતાની, મોહમ્મદ કૈફ આલ્લારખા મુલતાની, આર્યલ અયુબભાઈ મુલતાની, હમીદ ગુલાબ મુલતાનીની અટકાયત કરી હતી.

ચા અને નાસ્તાની દુકાનમાં 10 જેટલા અસામાજિક તત્વો લાકડી અને ધોકા લઈ આવ્યા હતા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.