ETV Bharat / state

નેશનલ હાઈવે પર પુલ બનાવાની માગ સાથે પશુપાલકોએ દૂધ ઢોળી વિરોધ કર્યો - Under Bridge

અરવલ્લી જિલ્લના ભિલોડા તાલુકાના રંગપુર સીમમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 8ને સિક્સ લેન બનવાનું કામ ચાલી રહ્યુ છે. આ ગામના ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે હાઈવે પસાર કરીને જવું પડે છે. જે ઘણું જોખમી છે. આ અંગે નેશનલ હાઈવે ઓથોરિટીને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ ધ્યાન નહીં અપાતા ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી, બાળકો સાથે હાઈવે નંબર 8 પર ચક્કાજામ કરી અને પશુપાલકોએ દૂધ ઢોળી વિરોધ વ્યક્ત કર્યો હતો.

Proteste
પશુપાલકોએ દૂધ ઢોળી વિરોધ કર્યો
author img

By

Published : Jan 31, 2020, 7:31 PM IST

Updated : Jan 31, 2020, 7:48 PM IST

અરવલ્લી: આ અગાઉ પણ રંગપુર ગામની સીમમાં ઓવરબ્રિજ અથવા અંડરબ્રિજ બનાવવામાં આવે તેવી માગ સાથે ગ્રામજનોએ અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. રંગપુરના ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે હાઈવે પસાર કરીને જવું પડે છે. જ્યાં મોટા વાહનોની ઓવર સ્પીડને કારણે અકસ્માત તેમજ બાળકો સામે જીવનું જોખમ રહે છે.

નેશનલ હાઈવે પર પુલ બનાવાની માગ સાથે પશુપાલકોએ દૂધ ઢોળી વિરોધ કર્યો

ગ્રામ લોકોએ જણાવ્યું કે, જ્યાં સુધી અહીં અંડર બ્રિજ અથવા ઓવર બ્રિજ બનાવવામાં નહીં આવે, ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે અને શાળાનું શિક્ષણ કાર્ય પણ બંધ રહેશે તેવી ગ્રામજનો એ ચીમકી ઉચ્ચારી હતી.

Intro:નેશનલ હાઇવે પર પુલ બનાવાની માંગ સાથે પશુપાલકોએ ઢોળ્યુ દુધ

ભિલોડા – અરવલ્લી

અરવલ્લી જિલ્લના ભિલોડા તાલુકાના રંગપુર સીમમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર આઠ પર સીક્સ લેન બનવાનું કામ ચાલી રહ્યુ છે . આ ગામના ધો-૧ થી ૮ના વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે રોડ ક્રોસ કરીને પસાર થવું પડે છે જે ખુબ જ જોખમી છે. નેશનલ હાઈવે ઓથોરિટી તંત્રમાં વારંવાર રજુઆત કરવા છતાં આંખ આડે કાન કરાતા, ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી બાળકો સાથે હાઈવે નં.૮ પર ચક્કાજામ કરી, પશુપાલકોએ દૂધ ઢોળી વિરોધ નોંધાવ્યો હતો.

Body:આ અગાઉ રંગપુર ગામની સીમમાં ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનાવવામાં આવે તેવી માંગ સાથે ગ્રામજનોએ અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. રંગપુરના ગ્રામજનોના જણાવ્યા અનુસાર,ધો-૧ થી ૮ના વિદ્યાર્થીઓને દિવસભર માતેલા સાંઢની જેમ દોડતા મોટા મોટા વાહનોને કારણે જીવનું જોખમ ખેડીને માર્ગ ઓળંગવો પડી રહ્યો છે. હાઈવે ઓળંગતી વખતે ક્યારે કોઈ માસુમનો અકસ્માત થઈ જાય તે અંગે વાલીઓને ભારે ચિંતા રહે છે અને બાળક હેમખેમ ઘરે પરત આવે ત્યારે જ માતાપિતાને શાંતિ થાય છે.

Conclusion:જ્યાં સુધી અહીં અંડરપાસ બનાવવામાં નહીં આવે ત્યાં સુધી તેમનો વિરોધ યથાવત રહેશે અને , શાળાનું શિક્ષણ કાર્ય પણ હાલ બંધ રહેશે તેવી ગ્રામજનો એ ચીમકી ઉચ્ચારી હતી .

બાઇટ ગલુબા - ગ્રામજન

બાઇટ રમેશભાઇ શાળા એસ.એમ.સી સભ્ય
Last Updated : Jan 31, 2020, 7:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.