અરવલ્લી: ભાજપની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેજા હેઠળ મોડાસાની સરકારી એન્જીનિયરીંગ કોલેજ આગળ એબીવીપી સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓએ સરકારના નિર્ણયનો ભારે વિરોધ કરવાની સાથે સૂત્રોચ્ચાર કરી બેઠકો યથાવત રાખવામાં આવેની માગ કરી હતી .
રાજ્ય સરકારે રાજ્યભરની 11 કોલેજની 14 બ્રાન્ચમાં ડીગ્રી એન્જીનીયરીંગ કોલેજની 2549 તથા ડિપ્લોમાની 6837 બેઠકો ઘટાડવાનો નિર્ણય કર્યો છે. આ પૂર્વે સરકાર દ્વારા સ્વનિર્ભર કોલેજોને 50% મેનેજમેન્ટ ક્વોટા ફાળવવામાં આવ્યાં છે જેથી વિદ્યાર્થીઓ આક્ષેપ કરી રહ્યા છે કે સરકાર દ્વારા શિક્ષણના ખાનગીકરણને પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવી રહ્યું છે. આ આક્ષેપ સાથે જ ABVP દ્વારા સરકારના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે.