- અરવલ્લીમાં રાજ્યની પ્રથમ નિવૃત્ત પ્રાથમિક શિક્ષકોના પેન્શન કેસ માટે હેલ્પ લાઈન શરૂ કરાઈ
- જાણકારીના અભાવને લઇને કરવો પડે છે ઘણી સમસ્યાઓનો સામનો
- નિવૃત્ત થતાં શિક્ષકોને પેન્શન કેસ ફાઇલ બનાવવા માટે કરે છે સહાયતાઅરવલ્લીમાં રાજ્યની પ્રથમ નિવૃત્ત પ્રાથમિક શિક્ષકોના પેન્શન કેસ માટે હેલ્પ લાઈન શરૂ કરાઈ
અરવલ્લી: નિવૃત થયા બાદ સરકારી કર્મચારીઓને પેન્શન મેળવવા માટે કેશ ફાઇલ બનાવાની હોય છે. જો કે તેમાં જાણકારીના અભાવને લઇને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાના નિવારણ માટે અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓએ નવતર અભિગમ અપનાવ્યો છે. જેમાં નિવૃત શિક્ષકોના પેન્શન કેસ ફાઇલ બનાવવા માટે હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ નિવૃત્ત થતાં શિક્ષકો માટે શરૂ કરાયેલ, આ હેલ્પ લાઈનમાં બે શિક્ષકો મહિનાના પ્રથમ અને ત્રીજા શનિવારે ઉપસ્થિત રહી, નિવૃત્ત થતાં શિક્ષકોને પેન્શન કેસ ફાઇલ બનાવવા માટે સહાયતા કરે છે.
![અરવલ્લી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-arl-01-teachers-helpline-avb-gj10013_18012021155430_1801f_01924_730.jpg)
શિક્ષકોએ પેન્શન મેળવા માટે પ્રક્રિયાની શરૂઆત નિવૃતીના બે વર્ષ અગાઉ કરવી પડે છે
શિક્ષકોએ પેન્શન મેળવા માટે પ્રક્રિયાની શરૂઆત નિવૃતીના બે વર્ષ અગાઉથી કરવી પડે છે. આ પ્રકિયામાં શિક્ષકો ઘણી જ હાલાકીઓનો સામનો કરે છે. શિક્ષકો શાળાના સમય ઉપરાંતના સમયમાં આ કામ કરવાનું હોય છે. જેથી આ કાર્ય કરવું ખૂબ જ કઠિન બનતું હતું.
![અરવલ્લી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-arl-01-teachers-helpline-avb-gj10013_18012021155430_1801f_01924_803.jpg)
આ હેલ્પલાઇન રાજ્યમાં ફકત અરવલ્લીમાં જ ઉપલબ્ધ
જિલ્લા શિક્ષાણાધિકારી અને નાયબ શિક્ષણાધિકારીના પ્રયાસોથી આ હેલ્પલાઈન કાર્યરત થઇ છે. સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ અરવલ્લી જિલ્લામાં આ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે તેવુ અધિકારીઓએ જણાવ્યું હતું.