- મોડાસાના સ્મશાન ગૃહમાં અંતિમક્રિયા માટે CNG સંચાલિત ભઠ્ઠીની માગ કરાઇ
- ધારાસભ્યએ કલેક્ટરને રજૂઆત કરી
- અંતિમક્રિયા ઝડપથી પૂરી થાય અને લોકોનો સમય ન બગડે તે માટે કરાઇ માગ
અરવલ્લી : જિલ્લાના મોડાસામાં માજમ નદીના કિનારે મહાજન દ્વારા સંચાલિત સ્મશાન ગૃહ આવેલું છે. આ સ્મશાન મૃતકોને અગ્નિદાહ આપવા માટે વર્ષોથી લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. મોડાસાની વસ્તીમાં વધારો થતા સામાન્ય દિવસોમાં પણ સ્મશાનના ઉપયોગમાં વધારો થયો છે, ત્યારે કોરોનાની મહામારીમાં મૃતકોની સંખ્યા વધતા કેટલીક વખત અંતિમક્રિયા માટે રાહ જોવી પડે છે. આવા સંજોગોમાં જો CNG સંચાલિત ભઠ્ઠીની વ્યવસ્થા કરવામાં આવે તો અંતિમક્રિયા ઝડપથી પૂરી થાય અને લોકોનો સમય ન બગડે તેવુ બાયડના ધારાસભ્ય જશુ પટેલનું માનવુ છે. આ અંગે તેમને જિલ્લા કલેકટરને રજૂઆત પણ કરી છે.
આ પણ વાંચો - કોરોના સંક્રમણ વધતા અરવલ્લીમાં ટેકાના ભાવે ખરીદી બંધ
CNG ભઠ્ઠીની વ્યવસ્થા કરવી તંત્ર માટે સરળ
મોડાસાના સ્મશાન ગૃહમાં CNG ભઠ્ઠીની વ્યવસ્થા કરવામાં તંત્રને ઝાઝી મથામણ કરવી નહીં પડે કેમ કે, હાલ નગરમાં રાંધણ ગેસ માટે CNG કનેક્શન આપવામાં આવી રહ્યા છે. સ્મશાન ગૃહની બાજુમાંથી થઇને લાઇન પસાર થાય છે.
આ પણ વાંચો - મોડાસામાં ફરીથી એક વખત સ્વૈચ્છિક લોકડાઉન નિષ્ફળ
અરવલ્લીમાં કોરોના કેસ
જિલ્લા આરોગ્ય વિભાગ તરફથી બુધવારના રોજ કોરોનાના 13 કેસ જાહેર કરવામાં આવ્યા હતા. બિન સત્તાવાર આંકડા મુજબ જિલ્લાનો અત્યાસ સુધી કુલ કોરોના કેસના દર્દીઓનો આંક 1680ને પાર પહોંચ્યો છે.