પ્રાસંગિક પ્રવચન કરતા સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેન સરદારસિંહ બારૈયાએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં 11 ટકા જંગલ વિસ્તાર છે. જંગલ સિવાયના વિસ્તારોમાં વૃક્ષોનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાથી રાજ્ય સરકારે નવા અભિગમ સાથે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વૃક્ષ ઉછેરના કાર્યક્રમો હાથ ધર્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ધાર્મિક અને ઐતિહાસિક ધરોહર ધરાવતા સ્થળો પર રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણીની શરૂઆત કરી હતી. જેથી સોમવારે 18 સાંસ્કૃતિક વનોનું નિર્માણ થયું છે. છેલ્લા એક દાયકાના સમય ગાળાથી શરૂ થયેલ આ અભિયાનના પગલે આજે ગુજરાતના વન વિસ્તારમાં 37 ટકાનો વધારો થયો છે.