આણંદ: મળતી વિગત અનુસાર, લાંભવેલ ગામના પૂર્વ સરપંચ ઈશ્વર રામાભાઈ રાઠોડ સવારે 11 વાગ્યે મોટી નહેર પાસે આવેલા રેલવેના ગરનાળા નજીકથી પસાર થતા હતા. તે દરમિયાન ઝાડી-ઝાંખરામાં એક મહિલાનો મૃતદેહ મળ્યો હતો. આથી તેમણે તરત જ આણંદ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી.
મહિલાનો મૃતદેહ જોઈને તેની સાથે દુષ્કર્મ થયું હોવાનું પોલીસનું માનવું છે. પોલીસે આ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. જોકે, પ્રાથમિક રિપોર્ટમાં મહિલા સાથે દુષ્કર્મ કર્યા બાદ તેનું ગળું અને મોં દબાવીને હત્યા કરી નાખવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે રેપ વીથ મર્ડરનો ગુનો દાખલ કરી મહિલાની ઓળખ કરવાની દિશામાં તપાસ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આસપાસના વિસ્તારોમાં મહિલા સંદર્ભે તપાસ કરવામાં આવી હતી, પરંતુ તેનું કોઈ વાલીવારસ મળ્યું નહોતું.
આણંદમાં દુષ્કર્મ બાદ મહિલાની હત્યા, પોલીસે રેપ વીથ મર્ડરનો ગુનો નોંધ્યો
આણંદ નજીક આવેલા લાંભવેલ ગામની મોટી નહેર પાસેથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો હતો. મહિલા સાથે દુષ્કર્મ બાદ તેની હત્યા થતા ગામમાં ચકચાર મચી ગઈ છે. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે રેપ વીથ મર્ડરનો ગુનો નોંધી મહિલાની ઓળખ કરવાની દિશામાં તપાસ હાથ ધરી છે.