આણંદ: લોકડાઉનના 14 દિવસ બાદ અચાનક આણંદ જિલ્લામાં કોરોના સંક્રમિત વ્યક્તિઓના કેસ સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડી જિલ્લામાં લોકડાઉનનો ચુસ્ત પાલન થાય તથા નાગરિકો કામ સિવાય ઘરની બહાર ન નીકળે તે હેતુથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના વેચાણની સમયમર્યાદામાં ઘટાડો કરવામાં આવ્યો હતો. જ્યારે 10 વાગ્યા બાદ પોતાનો વ્યવસાય ચાલુ રાખનાર અને કામ સિવાય બહાર નીકળનાર નાગરિકો પર તંત્ર દ્વારા લાલા આંખ કરવામાં આવી હતી.
વિદ્યાનગર પોલીસ દ્વારા 10 વાગ્યા બાદ બહાર નીકળનાર લોકો અને જાહેરનામાનો ભંગ કરનાર 30 જેટલા નાગરિકોની અટકાયત કરી તેમના પર 188 મુજબનો ગુનહો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વિદ્યાનગર પોલીસે 30થી વધુ નાગરિકોની જાહેરનામાના ભંગ બદલ કરી અટકાયત - કોરોનાનો કેસ પોઝિટિવ
કોરોના મહામારી બીમારીના સંક્રમણને રોકવા માટે દેશમાં લોકડાઉન જાહેર કરાયું છે. ત્યારે આણંદ જિલ્લામાં કોરોનાનો કેસ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા જિલ્લામાં સંક્રમણને રોકવા માટે જાહેરનામું બહાર પાડી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના વેચાણના સમય મર્યાદા પર કાપ મૂકવામાં આવ્યો છે. ત્યારે જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે વિદ્યાનગર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરી 30થી વધુ લોકોની અટકાયત કરી કાર્યવાહી કરવામાં આવી હતી.