વિદ્યાનગરના શાસ્ત્રી મેદાનમાં ચારૂતર વિદ્યામંડળના કાર્યકાળના 75 વર્ષ પૂર્ણ કરવા નિમિત્તે પ્લેટીનમ જયુબીલી મહોત્સવની ઉજવણી કરવામા આવી. આ ભવ્ય કાર્યક્રમના ઉદ્વઘાટન પ્રસંગે ભારતના ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી અને શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિહ ચુડસમા ઉપસ્થીત રહ્યા હતા.
વૈકેયા નાયડુના હસ્તે પદ્મવિભૂષણ ડૉ. અનિલ નાયકનું સન્માન કરાયુ હતું. આ પ્રસંગે ગુજરાત સરકાર દ્વારા ચારુતર વિદ્યામંડળને યુનિવર્સિટીનો દરજ્જો આપવામા આવ્યો હતો. આજ રોજ ઉપરાષ્ટ્રપતિના હસ્તે સીવીએમ યુનિવર્સિટીનુ નામ આપી ખુલ્લુ મુકવામા આવ્યુ હતું.
ચારુતર વિદ્યામંડળ પાસે હાલ 19 કોલેજો પોતાની છે અને અનેક શાળાઓ તેમજ 75 વર્ષ દરમ્યાન 10 લાખથી વધારે વિદ્યાર્થીઓને શિક્ષા આપી ઉચ્ચ કક્ષા સુધી પહોચાડવામા આવ્યા છે.