- આણંદના ઉમરેઠમાં બે દિવસ અગાવ બનેલા ચિલઝડપના બનાવનો ભાંડો ફૂટ્યો
- ફરિયાદી જ આરોપી નીકળતા ચકચાર
- ઉમરેઠ પોલીસે વડોદરાથી ઉમરેઠ સુધીમાં 40થી વધુ cctv કેમેરાની તપાસ કરી ભેદ ઉકેલ્યો
- આરોપીએ પાકીટ અને હેલ્મેટ બાળી મુક્યાની ચર્ચા
આણંદ: ઉમરેઠમાં બે દિવસ અગાઉ દિવસે ચીલ ઝડપની ઘટના બની હતી. જેમાં રાઈસ મિલ અને તબેલાના માલિકનું લાખો રૂપિયા ભરેલું પાકીટ કોઈ અજાણ્યો બાઇક ચાલક આંચકીને ભાગી ગયો હતો.
હેલ્મેટ પહેરેલું હોવાથી આરોપીની ઓળખ થઈ ન હતી
બાઇક સવારે હેલ્મેટ પહેરેલું હોવાથી આરોપીની ઓળખ ઉભી થઇ શકી નહોતી. ભોગ બનેલા રસેશ ઠક્કરે ઘટના અંગે ઉમરેઠ પોલીસને ફરીયાદ આપી હતી, જે અંગે આણંદ dysp બી. ડી. જાડેજાના માર્ગદર્શન હેઠળ ઉમરેઠ પોલીસ સાથે આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ સર્ચ ગ્રુપ આણંદના પોલીસના જવાનોએ તાપસ હાથ ધરી હતી. તાપસના અંતે ફરિયાદી જ આરોપી સાબિત થયો હતો.
બાઇક સવાર પૈસા છીનવી ચિલ ઝડપથી ફરાર થઈ ગયો હતો
પ્રાપ્ત માહિતી મુજબ ઉમરેઠના બજાર વચ્ચે બે દિવસ પહેલા રાઈસ મિલ અને તબેલાના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી રાશેષ ઠક્કરનું એક લાખ ભરેલું પાકીટ જે વડોદરાથી તેઓ અંગત કામથી ઉમરેઠ SBI બેન્કમાં ભરવા માટે આવ્યા હતા. જ્યારે તેઓ તેમની i20 ગાડીમાંથી પાકીટ લઈને ઉતર્યા હતા. ત્યારે એક હેલ્મેટ પહેરેલા બાઇક સવાર તેમનું પૈસા છીનવી ચિલઝડપથી ફરાર થઈ ગયો હતો, અચક બનેલી ઘટના બાદ રશેષભાઈએ ગાડીથી બાઇકનો પીછો કર્યો હતો, પણ બાઇક સવાર ઝડપથી ફરાર થઈ ગયો હતો.
પોલીસે આણંદ ICB અને SOGના પોલીસ કર્મચારીઓની મદદ પણ લીધી હતી
ઘટના અંગે રશેષભાઈએ ઉમરેઠ પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં પોલીસે આણંદ ICB અને SOGના પોલીસ કર્મચારીઓની મદદ પણ લીધી હતી. પોલીસે આ ઘટનામાં વડોદરાથી ઉમરેઠ સુધીના 40થી વધુ cctvમાં તપાસ કરી હતી. જેમાં ગાડીનો પીછો થતો હોવાના કોઈ સંકેત મળ્યા ન હતા. જેથી ફરિયાદીના તબેલા અને મિલ ખાતે તપાસ કરતા પોલીસને એક હેલ્મેટનું બોક્સ મળી આવ્યું હતું અને સાથે ઘટનામાં ઉપયોગમાં લેવાયેલા કાળા કલરનું બાઇક પણ મળ્યું હતું. જે બાદ ઉલટ તપાસ કરતા રશેષ ભાગી પડ્યો હતો અને પોતે ખોટી ઘટના ઉભી કરી હોવાની કબૂલાત કરી હતી.
પોલીસે રશેષ ઠકકર અને તેના માણસ પરેશ તળપદાની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ઉલ્લેખનીય છે કે, પોલીસે રશેષ ઠકકર અને તેના માણસ પરેશ તળપદાની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જણાવ્યું હતું કે, રશેષ ઠક્કરે ઉમરેઠ પાસે આવેલા પરવડા પાસે એક જમીન રાખી હતી. તેના 11 લાખ રૂપિયા તેને જમીનના માલિકને આપવાનો વાયદો કર્યો હોવાથી તેની પાસે આયોજન હોવાથી તેને આ પ્રકારનું કાવતરું રચી સમય મેળવવા માટે આ સમગ્ર નાટક કર્યું હતું.
આ પણ વાંચો -
- ખંભાતમાં હિન્દુ યુવકે મુસ્લિમ યુવતી સાથે લગ્ન કર્યા બાદ બન્ને મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં થયા હાજર, પોલીસે બન્નેના લીધા નિવેદનો
- લગ્નનો માહોલ માતમમાં છવાયો, સામાન્ય બાબતે કાકાના હાથે થઈ ભત્રીજાની હત્યા
- આણંદ લોકલ ક્રાઇમબ્રાન્ચે રાજકોટ લઈ જવાતો 300 પેટી દારૂ ઝડપયો
- મગફળી ભારતમાં તેલીબિયાંનો મહત્વપૂર્ણ પાક, વિશ્વમાં વાવેતરની દ્રષ્ટિએ પ્રથમ અને ઉત્પાદનની દ્રષ્ટિએ બીજાસ્થાને