આણંદ: યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને (Indian students trapped in Ukraine )પરત લાવવા માટે સરકાર દ્વારા ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યુ છે. ખુબ મુશ્કેલ સ્થિતી હોવા છતાં પણ સરકાર ભારતીયોને યુક્રેન માંથી દેશમાં પરત( Ukraine Indian Student) લાવવામાં આવી રહ્યા છે. યુક્રેનમાં ફસાયેલા 249 ભારતીય વિદ્યાર્થીઓને (Operation Ganga)લઇને પાંચમી ફ્લાઇટ પણ દેશના એરપોર્ટ પર સલામત પહોંચી ગઈ છે. હજુ સુધી 1100 કરતા વધારે ભારતીયોને પરત લાવવામાં આવી ચુક્યા છે.
યુક્રેનથી પરત ફરેલા બે વિદ્યાર્થીઓ
યુક્રેને છેલ્લા ચાર દિવસથી કીવીથી દુર રોકવામાં સફળતા મેળવી છે. યુક્રેનમાં ફસાયેલા (Russia Ukraine War)ભારતીય વિદ્યાર્થીઓ અને લોકોને લાવવા માટે જે રીતે ઓપરેશન ગંગા હાથ ધરવામાં આવ્યુ છે તેના કારણે તમામ ભારતીય ગર્વ( Indian students trapped in Ukraine)અનુભવ કરી રહ્યા છે. તેવામાં આણંદ જિલ્લામાં યુક્રેનથી પરત ફરેલા બે વિદ્યાર્થીઓની આણંદ જિલ્લાના સંસદસભ્ય મિતેશ પટેલે મુલાકાત કરી હતી.
આ પણ વાંચોઃ Russia Ukraine War: રશિયાના બોમ્બ ધડાકા વચ્ચે એક ભારતીય વિદ્યાર્થીનું મોત
સરકારનો આભાર માન્યો
યુક્રેનમાં છેલ્લા 3 વર્ષ થી તબીબી વિદ્યાશાખામાં અભ્યાસ કરતી અને હાલની નાજુક હાલતમાં વિદેશથી સ્વદેશ પરત ફરેલી અંગી શાહ એ મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતુંકે યુક્રેનમાં કીવીમાં હાલત નાજુક છે બાકી અન્ય સ્થળો એ સ્થિતિ સામાન્ય જણાઈ રહી છે તેણે ઉમેર્યું હતું કે પરત ફરવામાં સરકારે નાગરિકોને કોઈ તકલીફ ન પડે તે માટે ખાસ ધ્યાન રાખ્યું હતું. જેમાં ખાવા પીવા સાથે તમામ બાબતે સારી વ્યવસ્થા કર્યા અંગે પરત ફરેલી વિદ્યાર્થીએ સંતોષ વ્યક્ત કરતા સરકારનો આભાર માન્યો હતો.
આવનાર સમયમાં તમામ નાગરિકોને પરત લાવશે
યુક્રેનથી આણંદ પરત ફરેલ વિદ્યાર્થીઓમાં આંગી શાહ કે જે છેલ્લા ત્રણ વર્ષથી યુક્રેનમાં MBBS માં અભ્યાસ કરે છે. તેની સાથે અન્ય એક વિદ્યાર્થી નિલ નાયક જેMBBS ના પ્રથમ વર્ષમાં છે. માત્ર ચાર માસ જેટલા ટૂંકા સમયમાં યુક્રેનથી યુદ્ધની સ્થિતિનો તાગ મેળવી 20 ફેબ્રુઆરીના રોજ આણંદ પરત આવી ગયો હતો. આ બંને વિદ્યાર્થીઓ ને પરત આવવામાં આણંદ જિલ્લા સંસદસભ્યની હેલ્પ લાઈનનો ખુબ મોટો સપોર્ટ રહ્યો હતો ત્યારે બન્ને વિદ્યાર્થીઓના માતા પિતા સહિત લોકોએ સાંસદનો આભાર માન્યો હતો. સાંસદ મિતેશ પટેલે જણાવ્યું હતું કે યુક્રેન અને રસિયામાં સ્થિતિ ખૂબ નાજુક છે તે વચ્ચે દેશની સરકાર સતત ત્યાં ફસાયેલા નાગરિકોને પરત લાવવા માટે ચિંતા કરીને ઓપરેશન ગંગા દ્વારા સતત પ્રયત્નશીલ રહી છે. સાથે તેમણે સરકારની કામગીરી પર વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સરકાર આવનાર સમયમાં તમામ નાગરિકોને પરત લાવશે.
આ પણ વાંચોઃ Ukraine Russia invasion : રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર કબજો કરવા સૈન્ય કાફલો મોકલ્યો