- મ્યુકરમાઇક્રોસિસની બીમારીએ પરિવારની મુસીબત વધારી
- ઘરના આધાર સમા વિમલ દોશી પર થઈ 7થી વધુ સર્જરી
- સામાન્ય પરિવારે 41.75 લાખનો ખર્ચ કર્યો
આણંદઃ મૂળ રાજકોટના અને છેલ્લા થોડા વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થયેલા દોશી પરિવારે કોરોના અને મ્યુકરમાઇકોસિસ બન્ને બીમારીઓની આર્થિક, માનસિક અને શારીરિક આપદાનો સામનો કરવાનો વારો આવ્યો છે. જેમાં પરિવારની આર્થિક અને માનસિક સ્થિતિ ડામાડોળ બની ગઈ છે.
કોરોના મહામારીની ઝપેટમાં આખું દોશી પરિવાર સપડાયું હતું
સામાન્ય વર્ગમાંથી આવતા દોશી પરિવારના મોભી એવા વિમલભાઈ ખાનગી ફાર્મા કંપનીમાં એમ.આર.તરીકે નોકરી કરતા હતા. કોરોના મહામારીની ઝપેટમાં આખું દોશી પરિવાર સપડાયું હતું.
આ પણ વાંચોઃ પોસ્ટવિભાગે નિવૃત્તિ અધિકારીના પત્નીને મ્યુકરમાઇકોસિસ થતા ત્રણ કલાકમાં પીએફના પૈસા અપાવ્યા
વિમલભાઈ કોરોનાને હરાવી મ્યુકરમાઇકોસિસનો ભોગ બન્યા
શરૂઆતના સમયમાં પરિવારે હોમ ક્વોરન્ટાઇન રહી કોરોનાને હરાવ્યો હતો. પરંતુ વિમલભાઈની સ્થિતિ ગંભીર બનતા તેમને 40થી 45 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. તે દરમિયાન તે કોરોનાને હરાવી મ્યુકરમાઇકોસિસનો ભોગ બન્યા અને આજે 7મહિના જેટલા લાંબા સમયથી આ બીમારી સામે મક્કમ મનોબળથી લડી રહ્યા છે.
અત્યારસુધી દોશી પરિવાર દ્વારા 41.75 લાખનો ખર્ચ કરી ચૂક્યો છે
વિમલભાઈના પરિવાર પર આવી પડેલી આ મુસીબતમાં પરિવાર ખુબજ નાજુક આર્થિક સંકડામણમાંથી પસાર થઈ રહ્યો છે. વિમલભાઈ પર એક બાદ એક 7 જેટલી સર્જરી થઈ ચૂકી છે. અત્યારસુધી દોશી પરિવાર દ્વારા 41.75 લાખનો ખર્ચ કરી ચૂક્યો છે. હજુ પરિવારના જણાવ્યા પ્રમાણે 10થી 12 લાખનો ખર્ચ કરવો પડે તેમ છે.
લોકો નિયમો નેવે મૂકી મહામારીની ગંભીરતા સમજતા નથી
કોવિડ-19ને WHO દ્વારા મહામારી જાહેર કરવામાં આવી છે. સરકાર દ્વારા અવાર-નવાર મહામારી માટેની ગાઈડલાઈન જાહેર કરી લોકોને સલામત રહેવા અપીલ કરવામાં આવે છે. તેમ છતાં, ઘણા કિસ્સામાં લોકો નિયમો નેવે મૂકી મહામારીની ગંભીરતા સમજતા નથી. તેવા વ્યક્તિઓ માટે ઉદાહરણરૂપ ઘટના આણંદમાં સામે આવી છે.
કોરોના અને મ્યુકરમાઇકોસિસની બીમારીએ પરિવારને સમસ્યામાં મૂકી દીધો છે
દોશી પરિવારના દુઃખ વિશે વાત કરતા વિમલભાઈના પત્નિ ચાંદનીબેને લોકોને અપીલ કરી હતી કે, આ બિમારી સહેજપણ હળવાશમાં લેવા જેવી નથી, આમ પરિવારની સ્થિતિ બદલાઈ જાય છે. તેમના સુખી જીવનને યાદ કરતા ચાંદની બેને કહ્યું હતું કે, કોરોના અને બાદમાં થયેલા મ્યુકરમાઇકોસિસની બીમારીએ પરિવારને અઢળક સમસ્યાઓમાં મૂકી દીધો છે.
હાલ વિમલભાઈની સ્થિતિ સારી છે, આગામી દિવસોમાં તેમને જરૂરી સર્જરી કરીને ટાઇટેનિયમ ધાતુનું ફોર હેડ મૂકીને સ્થિતિ યોગ્ય કરવામાં આવશે. ત્યાં સુધી વિમલભાઈની મ્યુકરમાઇકોસિસની સારવાર ચાલુ રહેશે.
આ પણ વાંચોઃ રાજ્ય સરકાર મ્યુકરમાઇકોસિસની સારવાર માટે સજ્જ, બાળકો માટે અલગ બેડની વ્યવસ્થા
દોશી પરિવાર 41.75 લાખની દવા અને ઓપરેશનનો ખર્ચ કરી ચૂક્યો છે
સામાન્ય પરિવારના મુખ્ય વ્યક્તિ જ્યારે આ ખર્ચાળ બીમારીની ઝપેટમાં આવી ગયા, ત્યારે ઘરની બચતના નાણાં, દાગીના વેચીને અને સબંધી-મિત્રો પાસેથી આર્થિક સહાય મેળવી 41.75 લાખની દવા અને ઓપરેશનનો ખર્ચ કરી ચૂક્યો છે.
જાહેર જનતા સરકારના નિયમોનું પાલન કરી મહામારીથી બચે
ચાંદનીબેને લોકોને અપીલ કરી હતી કે, તમામ નિયમોનું પાલન કરતા હોવા છતાં તેમનો પરિવાર આજે આવી દયનિય સ્થિતિમાં મુકાયો છે. જેની નોંધ લઈ જાહેર જનતા સરકારના નિયમોનું પાલન કરે અને કોરોના મહામારીમાં પરિવારને સુરક્ષિત રાખે.