ETV Bharat / state

વિદ્યાનગરમાં રોડમાં એક ઇંચ ના ફેર માટે લાખોનુ ધોવાણ, જાણો આ અહેવાલમાં - આણંદ નગરપાલિકા

વિદ્યાનગરઃ આણંદ જિલ્લાની શિક્ષણ નગરી વિદ્યાનગરમાં પાલિકા દ્વારા સાજો રોડ તોડી તેના સ્થાને નવો રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામા આવી છે. સમગ્ર ઘટનામાં નગરપાલિકા દ્વારા RCC રોડને તોડી પાડવામાં આવ્યો છે અને તેના સ્થાને નવા રોડની કામગીરી શરૂ કરવામા આવી છે.

Anand
Anand
author img

By

Published : Dec 10, 2020, 3:40 PM IST

  • વિદ્યાનગરમાં સાજો સમો માર્ગ તોડી નવા રોડની કામગીરી શરૂ કરવામાં આવી
  • જુના રોડની યોગ્ય પરિસ્થિતિ હોવા છતાં નગરપાલિકા દ્વારા રોડ તોડવામાં આવ્યો
  • નગરપાલિકામાં ચીફ ઓફિસર ચાર્જ સોંપ્યા સિવાય રજા પર
  • 1 થી 1.5 ઇંચનો લેવલમાં ફરક આવતા કરવામાં આવી કામગીરી: નગરપાલિકા એન્જિનિયર

    વિદ્યાનગરઃ આણંદ જિલ્લાની શિક્ષણ નગરી વિદ્યા નગરમાં પાલિકા દ્વારા સાજો સમો રોડ તોડી તેના સ્થાને નવો રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામા આવી છે. સમગ્ર ઘટનામાં નગરપાલિકા દ્વારા RCC રોડને તોડી પાડવામાં આવ્યો છે અને તેના સ્થાને નવા રોડની કામગીરી શરૂ કરવામા આવી છે.

    વિદ્યાનગર નગરપાલિકાના આ રોડ બાબતે ચીફ ઓફિસર સાથે સંપર્ક કરવામાં આવતા ચીફ ઓફિસર રજા પર હોવાની માહિતી ઓફીસ સુપ્રીટેન્ડેટ દ્વારા મળી હતી. ત્યાર બાદ ચીફ ઓફીસરનો ટેલિફોન સંપર્ક કરવામાં આવતા તેઓ સામાજિક કામથી રજા પર હોવાની જાણકારી આપી હતી. તો બીજી બાજુ નગરપાલિકાનો ચાર્જ પણ અન્ય ઓફીસરને આપવામાં આવ્યો ન હતો. નગરપાલિકા પ્રમુખ પણ પાલિકામાં ઉપસ્થિત ન હોવાથી અંતે નગરપાલિકાના એન્જિનિયર પાસેથી મીડિયા દ્વારા સમગ્ર કામગીરી અંગે જાણકારી મેળવવામાં આવી હતી.
    વિદ્યાનગરમાં રોડમાં એક ઇંચ ના ફેર માટે લાખોનુ ધોવાણ

    વર્ષો બાદ પણ માર્ગ ખૂબ મજબૂત અને ક્ષતિરહિત ટકી શકયો

    આ અંગે નગરપાલિકાના એન્જિનિયર જયેશભાઇ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ રોડ 1.5 કરોડ રૂપિયાની વિકાસ ગ્રાન્ટમાંથી બનાવવામાં આવી રહ્યો છે, મોટાબજાર ચોકડીથી સરદાર પટેલ સર્કલ (ડીમાર્ટ ચોકડી) તરફનો આ માર્ગ છે. અહીં સવાલ એ ઉભો થાય છે કે રબારી વાસ પાસેના વળાંકમાં આવેલો rcc રોડ ખુબજ સારી પરિસ્થિતિમાં હતો. પરંતુ પાલિકા દ્વારા તેને પણ તોડી પાડવાની કામગીરી શરૂ કરવામા આવી હતી. આ માર્ગ ખુબ જ સારી પરિસ્થિતિમાં હોવા છતાં પાલિકા દ્વારા ડિમોશનની કામગીરી કરવામાં આવી હોવાથી સરકારી તિજોરીને વધારાનું ભારણ પાડવાની કામગીરી શરૂ કરવામા આવી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વિદ્યાનગર નગરપાલિકાના એન્જિનિયરના જણાવ્યા અનુસાર આ rcc રોડનું કામ 14 વર્ષ પહેલા કરવામા આવ્યું હતું. જે તે સમયે પાલિકા દ્વારા ખુબ જ મજબૂત કામ કરવામા આવ્યું હોય શકે જે આટલા વર્ષો બાદ પણ ખૂબ મજબૂત અને ક્ષતિરહિત ટકી શકયો.

    રોડ વચ્ચે 1 થી 1.5 ઇંચનો ફરક આવતો હતો: નગરપાલિકા એન્જિનિયર

    પાલિકાના એન્જિનિયરના જણાવ્યા અનુસાર ડામર રોડ અને આ રોડ વચ્ચે 1 થી1.5 ઇંચનો ફરક આવતો હતો. જેના કારણે આ રોડને તોડી નવો રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. પાલિકા દ્વારા ભરવામાં આવી રહેલો નવો રોડ પણ આજ લેવલે બનાવવામાં આવી રહ્યો છે. સામાન્ય કહી શકાય તેવા તફાવતને દૂર કરવા માટે લાખો રૂપિયાનું સરકારી તિજોરીનું સીધું ભારણ વધારવાની કામગીરી કરવામાં આવી રહી છે.

    બિનજરૂરી ખર્ચ થતો હોવાની નગરમાં ચર્ચા

    નગરપાલિકાના એન્જીનીયર દ્વારા ચોમાસામાં આ વિસ્તારમાં ભારે વરસાદ સમયે અડધો કલાક પાણી ભરાતા હોવાની સમસ્યાનું પણ આ કામગીરી માટે લુલો બચાવ કરવામાં આવ્યો હતો. પરંતુ અહીં સવાલ એ ઉભો થાય છે કે જ્યારે નગરપાલિકા દ્વારા 5 ફૂટની સ્ટોર્મ વોટર નિકાલની સુવિધા ઉભી કરવામાં આવી છે, તો તેના રહેતા હવે આ માર્ગ પર પાણી ભરવાની સમસ્યા રહશે કે કેમ! હાલ વિદ્યાનગરમાં બની રહેલા આ માર્ગના વિકાસ પાછળ બિનજરૂરી ખર્ચ થતો હોવાની નગરમાં ચર્ચાએ વેગ પકડ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.