આણંદઃ જિલ્લામાં આજરોજ ખંભાતના કડવા પોળ પરામાં રહેતા 62 વર્ષાના પુરુષને કોરોના પોઝિટિવ આવતા આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 98 થઈ, જે પૈકી કોરોના મુક્ત દર્દીઓની સંખ્યા 83 થઇ છે. જ્યારે જિલ્લામાં કોરોના સંક્રમણને કારણે 10 દર્દીઓ તેમજ બે નોન કોવીડ દર્દી મળીને કુલ 12 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે.
જિલ્લામાં અત્યારસુધીમાં સીઝનલફલુ અને કોરોનાના 2,137 દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવ્યા હોવાનું અને કુલ કોવીડ- 19ના 2235 સેમ્પલ તપાસ્યા હોવાનું જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ.એમ.ટી.છારીએ જણાવ્યું છે.
જિલ્લામાં કોવીડ-19 અંતર્ગત કુલ 3 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી બે દર્દીઓને કાર્ડીયાક કેર સેન્ટર ખંભાત ખાતે તેમજ એક દર્દીને કરમસદ ખાતે આવેલ શ્રી ક્રિશ્ના હોસ્પિટલના આયસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. કોરોના પોઝિટિવ દર્દીઓ પૈકી એક વેન્ટીલેટર ઉપર છે. બે દર્દીઓ સારવાર હેઠળ છે.
આણંદ જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 98 થઈ - આણંદ જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓ
આણંદ જિલ્લામાં શનિવારે કોરોનાના 4 દર્દીઓને રજા આપવામાં આવી છે. જે પૈકી લાલપુરા(ત્રણોલ)ના 60 વર્ષની મહિલા, સોજિત્રા વણકર વાસના 30 વર્ષની મહિલા, ઝંડા ચોક ખંભાતના 59 વર્ષના પુરુષ અને કડિયા પોળ ખંભાતના 58 વર્ષના પુરુષનો સમાવેશ થાય છે.