આણંદ: મેમુદાબાનુ મુનાફમીયા ચૌહાણની બહેન બિલ્કીશબાનુના લગ્ન કાલસર ગામે રહેતા ઝહીરમીયા અબ્બાસમીયા મલેક સાથે કરવામાં આવ્યા હતા. પરંતુ પતિ ઝહીરમીયાના અવસાન બાદ તેણીને કોઈ સંતાન ન હોવાથી તે પોતાના પિયર બહેનના ઘરે રહેવા આવી ગઈ હતી, અને ત્રણ ટકા વ્યાજે નાણાં ધીરધાર કરવાનું કામકાજ કરીને જીવન ગુજરાન ચલાવતી હતી. તેણીએ મૈયુદ્દીન અલ્લાઉદ્દીન ચૌહાણને 30 હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા. જેની બિલ્કીશબાનુ અવાર-નવાર માંગણી કરતી હતી. પરંતુ મૈયુદ્દીન આપતો નહોતો. તે દરમ્યાન બુધવારના સવારના 10 વાગ્યાના સુમારે તેણીના મોબાઈલ ફોન પર ફોન આવતા બિલ્કીશબાનુ પોતાની બહેન મેમુદાબેનને મારે કામે જાઉં છું, તેમ કહીને ઘરેથી નીકળી હતી.
જે મોડીરાત સુધી પરત ના આવતાં તેણીના મોબાઈલ ફોન પર અવાર-નવાર સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેણી ફોન રીસીવ કરતી નહોતી. જેથી રાત્રીના સુમારે તેણીની શોધખોળ કરતા કસ્બા ચોરા પાસે કેટલાક છોકરાઓ બેઠા હતા. જેમને બિલ્કીશબાનુ બાબતે પૂછતાં સમીરમીયા સીકંદરમીયા ચૌહાણે જણાવ્યું હતુ કે, બિલ્કીશબાનુને સૈફુલ્લાબાવાની દરગાહવાળા ગેટ પાસેથી મૈયુદ્દીન અલ્લાઉદ્દીનભાઈ ચૌહાણ અને મહંમદશાહીલ કાલુમીયા ચૌહાણ ઈકો ગાડીમાં બેસાડીને લઈ જતાં જોયા હતા.
જેમાં આરોપીઓ બિલ્કીશબાનુને શહેરા તાલુકાના કેડધરા ગામની સીમમાં લઈ જઈને છરાથી ગળુ કાપી નાંખીને હત્યા કર્યા બાદ મૃતદેહને ગરનાળામાં મૂકી દઈને ત્યાંથી પરત આવતા રહ્યા હતા. આ કબૂલાત કરતાં જ પોલીસની ટીમ તુરંત જ કેડધરા ગામે પહોંચી ગઈ હતી અને ગરનાળામાંથી મૃતદેહનો કબ્જો લઈને કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ અંગે પહેલા તો અપહરણનો ગુનો દાખલ કર્યો હતો. પરંતુ મૃતદેહ મળી આવ્યા બાદ હત્યાની કલમનો ઉમેરો કરીને વધુ તપાસ હાથ ધરી છે.