ETV Bharat / state

આણંદમાં પોતાના જ ઘરે બનાવટી ચલણી નોટ છાપતો આરોપી ઝડપાયો

આણંદ પોલીસે નકલી નોટોના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ઓડ ગામે રહેતા એક શખ્સ દ્વારા ભારતીય ચલણી નોટોની જુદા જુદા દરની 164 જેટલી ભારતીય બનાવટી ચલણી નોટો સાથે ઝડપી પાડતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે શહેર પોલીસે ગુનો દાખલ કરી પકડાયેલા શખ્સના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

આણંદમાં પોતાના જ ઘરે બનાવટી ચલણી નોટ છાપતો આરોપી ઝડપાયો
આણંદમાં પોતાના જ ઘરે બનાવટી ચલણી નોટ છાપતો આરોપી ઝડપાયો
author img

By

Published : Dec 31, 2020, 4:50 PM IST

  • આણંદ ટાઉન પોલીસે બનાવટી ચલણી નોટો સાથે શખ્સની અટકાયત કરી
  • શાસ્ત્રી મેદાન પાસેથી 72 હજારની નકલી ચલણી નોટો સાથે બાઈક ચાલક ઝડપાયો
  • 100, 200, 500, 2 હજારના દરની ભારતીય ચલણની નકલી નોટો ઝડપાઈ
  • પોલીસે તપાસ કરતા જુદા જુદા દરની 164 નકલી નોટો ઝડપાઈ
  • નકલી ચલણી નોટો સાથે ઓડ ગામ નો રહેવાસી જિગ્નેશ પટેલ ઝડપાયો

આણંદઃ આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ડી સ્ટાફના પોલીસના જવાન રાજનસિંહને બાતમી મળી હતી કે, એક શખસ શાસ્ત્રી બાગથી સરદાર ગંજ વિસ્તારમાં બનાવટી ચલણી નોટો વટાવવા આવશે. એટલે પોલીસની ટીમે શાસ્ત્રી બાગ પાસે વોચ ગોઠવી. તે દરમિયાન બપોરના સમયે એક શખસ આવ્યો હતો, જેની પોલીસે અટકાયત કરી તેની તપાસ કરતા તેના ખિસ્સામાંથી 100, 200, 500 અને 2 હજારના દરની નકલી નોટો મળી આવી હતી. પોલીસે પકડેલી નોટોમાં એક સરખા જ નંબર જોવા મળ્યા, જેને ખરાઈ કરવા માટે આણંદ એફએસએલને જાણ કરી હતી અને ગોપાલ ચોકડી આવી બેન્ક ઓફ બરોડામાં જ ખાતરી કરતા બ્રાન્ચ મેનેજર દ્વારા આ તમામ નોટો બનાવટી હોવાનો ખુલાસો થયો હતો. પોલીસ દ્વારા ગણતરી કરતા રૂપિયા 100ના દરની 60 નોટો રૂપિયા 200ના દરની 24 નોટ રૂપિયા 500ના દરની 44 નોટ અને બે હજારના દરની 36 નોટો મળી કુલ 164 જેટલી નોટોને બજારમાં મૂકતા પહેલા શખસને ઝડપી પાડવામાં આવ્યો હતો.

આણંદમાં પોતાના જ ઘરે બનાવટી ચલણી નોટ છાપતો આરોપી ઝડપાયો
આણંદમાં પોતાના જ ઘરે બનાવટી ચલણી નોટ છાપતો આરોપી ઝડપાયો

બનાવટી નોટો પોતાના ઘરે જ છાપી હોવાની કબૂલાત

આણંદ ડી સ્ટાફના જવાનો દ્વારા પકડાયેલા શખસનું નામ પૂછતા તે ઓડમાં આવેલા સરદાર ચોક ગાયત્રી મંદિર પાસે રહેતો જિગ્નેશ પટેલ હોવાનું જાણવા મળ્યું હતું, પોલીસે તેની પૂછપરછ કરતા તેણે આ બનાવટી નોટો પોતાના ઘરે જ છાપી હોવાની કબૂલાત કરી હતી. આથી પોલીસની એક ટીમ તેના ઘરે પહોંચી અને તપાસ કરતા બનાવટી નોટો છાપવા માટે ઉપયોગમાં લેવાતું કલર પ્રિન્ટર કાગળ સહિત કેટલાક મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. આણંદ ડીવાયએસપી બી. ડી. જાડેજાના જણાવ્યા અનુસાર, આણંદ શહેર પોલીસ મથકે આ શખસ વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તથા અગાઉ તેણે આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ કરી છે કે કેમ તેની તપાસ અર્થે રિમાન્ડ મેળવવા માટે પણ તજવીજ કરવામાં આવશે. બનાવટી ચલણી નોટો છાપીને બજારમાં ફરતી કરી દેનારા આ શખસ દ્વારા અગાઉ પણ આ પ્રકારની છેતરપિંડી કરી હોવાની કબૂલાત પણ તેના દ્વારા કરવામાં આવી છે.

આરોપી ઓનલાઈન વીડિયો જોઈ ઘરે નકલી ચલણી નોટ છાપતો હતો

એક મહિના સુધી નોટો છાપવાની પ્રેક્ટિસ કરવામાં આવી હતી

આણંદ શહેરના શાસ્ત્રી બાગ પાસેથી પકડાયેલા શખસ દ્વારા બનાવટી ચલણી નોટો બજારમાં ફરતી કરી દેવાની ચોંકાવનારી ઘટનામાં સૂત્રોથી પ્રાપ્ત માહિતી મુજબ, આ શખસ દ્વારા એક મહિના સુધી નોટો છાપવાની પ્રેક્ટિસ કરવામાં આવી હતી, જેમાં કલર પ્રિન્ટના ઉપયોગ થકી ભારતીય ચલણ જેવી નોટની કોપી મારવામાં આવી હતી. આ દરમિયાન નોટની બરાબરના કાગડો પણ કટિંગ કરીને મૂકી રાખ્યા હતા.

નોટ છાપવા માટેની જાણકારી મેળવવા ઓનલાઈન માહિતી મેળવી

પોલીસના જણાવ્યા અનુસાર, જિગ્નેશ પટેલ ઓનલાઈન વીડિયો જોઈને ચલણી નોટ કેવી રીતે બનાવવી તે અંગેની જાણકારી મેળવતો હતો. ખેતી કરીને જીવન ગુજારતો જિગ્નેશ પટેલ રાતોરાત અમીર બની જવાના સપના સાથે કલર પ્રિન્ટર લઈ આવી. તેના થકી, લાખો રૂપિયાની નોટો છાપી બજારમાં ફરતી કરી દેવાના આશય સાથે આ છાપકામ શરૂ કરી બજારમાં નકલી નોટોને વટાવવા નીકળતા પોલીસની ઝપટમાં આવી ગયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.