ETV Bharat / state

30 વર્ષના યુવાનને મળ્યું નવજીવન: આણંદની ઝાયડ્સ હોસ્પિટલમાં કરવામાં આવી સફળ સર્જરી - Zydus Hospital

વિજ્ઞાન દીન-પ્રતિદિન નવી-નવી ઉંચાઈ હાંસલ કરી રહ્યું છે, તેવામાં ગંભીર પ્રકારની બીમારીઓથી પીડાતા દર્દીઓ માટે અવનવી શસ્ત્રક્રિયા દ્વારા દર્દીઓને નવો અવતાર આપી શકાય તેવી વિજ્ઞાને તરક્કી કરી છે. આવો જ એક કિસ્સો આણંદની ઝાયડ્સ હોસ્પિટલ(Zydus Hospital)માં સામે આવ્યો છે, જ્યાં મગજમાં ગાંઠનું ઓપરેશન દર્દીને ભાનમાં રાખીને કરવા આવ્યું.

30 વર્ષના યુવાનને મળ્યું નવજીવન
30 વર્ષના યુવાનને મળ્યું નવજીવન
author img

By

Published : Aug 12, 2021, 6:19 PM IST

  • આણંદની ખાનગી હોસ્પિટલમાં સફર શસ્ત્રક્રિયા
  • 30 વર્ષના યુવાનને મળ્યું નવજીવન
  • સભાન અવસ્થામાં કરવામાં આવી શસ્ત્રક્રિયા

આણંદ: સુંદલપુરા ગામનો રહેવાસી સંજય ચાવડા 30 વર્ષનો યુવાન જેને અચાનક ખેંચ આવવાનું શરૂ થયું હતું. સ્વસ્થ જીવન જીવતા સંજયને અચાનક ઉભી થયેલી તકલીફના કારણે તેણે આણંદની ખાનગી હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યા, જ્યાં તેને ડોકટર દ્વારા આણંદ ઝાયડ્સ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો અને ઝાયડ્સ(Zydus Hospital)માં કરવામાં આવેલા રિપોર્ટના આધારે તેના મગજના જમણા ભાગમાં 7 cm જેટલું મોટું ટ્યુમર ડિટેકટ થયું હતું.

30 વર્ષના યુવાનને મળ્યું નવજીવન

આ પણ વાંચો- અમદાવાદની સિવિલમાં વધુ એક સફળ સર્જરી, નાના બાળકના યકૃતમાં રહેલી ગાંઠ દૂર કરાઈ

મગજના જમણા ભાગમાં ટ્યુમર હોવાની જાણ થઈ હતી: ડોકટર ધવલ ગોહેલ

આ અંગે ડોકટર ધવલ ગોહેલે જણાવ્યું હતું કે, સંજય ચાવડા જ્યારે ઝાયડ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યા, ત્યારે તેમને ખેંચ આવવાની ફરિયાદ હતી. જે અંગે તપાસ કરતા તેમના મગજના જમણા ભાગમાં ટ્યુમર હોવાની જાણ થઈ હતી. જે ટ્યુમર શરીરના નિયંત્રણ અને ભાષાના કમાન આપતા ભાગ સાથે જોડાયેલું હોવાથી સંજયના ઓન ઓપરેશન ટાઈમ ફીડબેક લેવી આવશ્યક હતી.

કામગીરી માટે ખૂબ સક્ષમ એનેસ્થેસિયા ટીમ હોવી પણ જરૂરી બને છે

ખૂબ દુર્લભ કહી શકાય તેવી દર્દીને સભાન અવસ્થામાં રાખીને તેના મગજની શસ્ત્રક્રિયા કરવી આવશ્યક બનતી હોય છે. આ પ્રકારની શસ્ત્રક્રિયા એટલા માટે અતિમહત્વની રહે છે. કારણ કે, આ પ્રક્રિયા દરમિયાન દર્દીને ભાનમાં રાખીને તેની ભાષાની અને હાથ-પગના હલનચલનની શક્તિ જતી ના રહે તે માટે ઓપરેશન દરમિયાન તેની સાથે સતત વિવિધ પ્રકારની પદ્ધતિ થકી તેની ક્ષમતાની ચકાસણી કરતી રહેવી પડે છે. સાથે આ કામગીરી માટે ખૂબ સક્ષમ એનેસ્થેસિયા ટીમ હોવી પણ જરૂરી બને છે, માટે આ શસ્ત્રક્રિયા દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખવા સાથે સફળ ઓપરેશન કરવું તે પણ એક મહત્વપૂર્ણ બાબત કહી શકાય.

30 વર્ષના યુવાનને મળ્યું નવજીવન
30 વર્ષના યુવાનને મળ્યું નવજીવન

દર્દીને ભાનમાં રાખી તેના મગજની ગાંઠનું સફળ ઓપરેશન કર્યાની ઘટના ખૂબ જ મહત્વપૂર્ણ છે

આ ઓપરેશન અંગે માહિતી આપતા ડોક્ટર દીપલ ઠક્કરે જણાવ્યું હતું કે, આણંદ ઝાયડ્સ હોસ્પિટલ(Zydus Hospital)માં દર્દીને ભાનમાં રાખી તેના મગજની ગાંઠનું સફળ ઓપરેશન કર્યાની ઘટના ખૂબ જ મહત્વપૂર્ણ છે. સતત 7-8 કલાક સુધી ચાલેલી આ સર્જરીમાં દર્દી સાથે તેની બોલવાની તથા હાથ-પગના હલનચલનની શક્તિ અંગે માહિતી મેળવતા રહેવું તે એક ચેલેન્જ સમાન હતું.

સમગ્ર ઓપરેશન દરમિયાન એનેસ્થેસિયા ટિમને ખૂબ સતર્ક રહેવું પડે છે: ડો. દીપલ ઠક્કર

આણંદ ઝાયડ્સ(Zydus Hospital)ના ડોક્ટર ધવલ ગોહેલ દ્વારા 30 વર્ષના આશાસ્પદ યુવાન પર આ પ્રકારની સફળ શસ્ત્રક્રિયા હાથ ધરી દર્દીના મગજમાંથી સો ટકા ટ્યુમરને કાઢી નાખવામાં આવ્યું છે. દર્દી આ ઓપરેશન બાદ એકદમ સ્વસ્થ છે અને સફળ શસ્ત્રક્રિયા બાદ તેની તકલીફનું કાયમી નિરાકરણ આવી ગયું છે. ડો. ઠકકરે જણાવ્યું હતું કે, આ પ્રકારની સ્થિતિમાં દર્દીને જરૂરી સમયે બેભાન રાખવો અને ઓપરેશન દરમિયાન ભાનમાં રાખવો તે આવશ્યક હોવાથી સમગ્ર ઓપરેશન દરમિયાન એનેસ્થેસિયા ટિમને ખૂબ સતર્ક રહેવું પડે છે.

આ પણ વાંચો- સિવિલ હોસ્પિટલમાં 12 વર્ષની બાળકી પર ‘રેરેસ્ટ ઓફ ધ રેર સર્જરી’

ઝાયડ્સ હોસ્પિટલમાં થયેલી સફળ શસ્ત્રક્રિયા બાદ સંજય એકદમ સ્વસ્થ છે

સંજય ચાવડા પર ઝાયડ્સ હોસ્પિટલ(Zydus Hospital)માં થયેલી સફળ શસ્ત્રક્રિયા બાદ તે એકદમ સ્વસ્થ છે અને થોડા દિવસના આરામ બાદ તે તેની સામાન્ય દિનચર્યામાં ફરી કામ શરૂ કરી શકશે. તેના સગા કિરણ ઝાલાએ હોસ્પિટલ સ્ટાફનો આભાર માનતા જણાવ્યું હતું કે, સંજય છેલ્લા 14 વર્ષથી તેમની ઓફિસમાં ફરજ બજાવે છે, માટે તે પરિવારના એક સભ્ય જેમ જ છે. તેના શિરે પરિવારના ભરણપોષણની જવાબદારી હોવાથી અને અચાનક તેને આવી તકલીફ થતા ખૂબ ચિંતા વ્યાપી ગઇ હતી, પરંતુ આણંદ ઝાયડ્સ હોસ્પિટલમાં ડો. ધવલ દ્વારા કાળજી પૂર્વક સફળ સર્જરી કરી સંજયને નવજીવન આપ્યું છે. તે માટે સમગ્ર હોસ્પિટલ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.