- ઓછા સ્ટાઈપેન્ડ મામલે ઘણા સમયથી વિદ્યાર્થીઓ કરે છે માગ
- કોવિડ કેરમાં ફરજ બજાવતા ઇન્ટર્ન ને માત્ર 4800 જેટલું સ્ટાઇપેન્ડ આપતા હોવાથી હડતાળ:વિદ્યાર્થીઓ
- અન્ય જગ્યાઓ પર 13000 સ્ટાઈપેન્ડ અને 5000 કોવિડ કેર બોનસ મળી 18 હજાર જેટલુ અપાય છે સ્ટાઈપેન્ડ
આણંદ: જિલ્લાના કરમસદમાં આવેલી કૃષ્ણ હોસ્પિટલના કોવિડ કેરમાં ઇન્ટર્નશીપ કરતા 70થી વધુ MBBSના વિદ્યાર્થીઓ દ્વારા શનિવારે અચાનક હડતાળ ઉપર ઉતરી ગયા હતા. કરમસદની શ્રી કૃષ્ણ મેડિકલના મેનેજમેન્ટની પ્રમુખ સ્વામી કોલેજની રાજ્યની ખ્યાતનામ મેડિકલ કોલેજની તુલના થાય છે પણ ત્યા ઇન્ટર્નશિપ કરતા MBBSના વિદ્યાર્થીઓને ખૂબ સામાન્ય સ્ટાઇપેન્ડ આપવા બાબતે શોષણ થતું હોવાનો આક્ષેપ લગાવી મેનેજમેન્ટની ઓફિસની બહાર હડતાળ કરી હતી. જોકે આ બાબતે મેનેજમેન્ટ દ્વારા સાંજ સુધી સંતોષકારક પ્રત્યુત્તર ન મળતા ઇન્ટરશિપ કરતા ડોક્ટરો હોસ્પિટલ કેમ્પસમાં પોસ્ટર બેનર સાથે જાહેરમાં નારા લગાવી વિરોધ કરતા હોસ્પિટલ તંત્ર હચમચી ઉઠ્યું હતું. ઇન્ટરશિપ કરતા ડકટર્સ ને માત્ર 5 હજાર જેટલું સ્ટાઈપેન્ડ આપી 12 કલાક જેટલા સમય સુધી મેડિકલ સ્ટાફ તરીખે ફરજ બજાવી રહ્યા છે પણ સામે ચોક્કસ વળતર ન મળતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો.
વિદ્યાર્થીઓને 4800નુ સ્ટાઇપેન્ડ મળે છે
કરમસદના કૃષ્ણ હોસ્પિટલના કોવિડ કેર વિભાગમાં ફરજ બજાવતા 70 થી વધુ જેટલા ઇન્ટર્નશીપ કરતા મેડિકલના વિદ્યાર્થીઓ હડતાલ પર ઉતર્યા છે. હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ કરતા ડૉક્ટર્સને આપતા અપૂરતા સ્ટાઈપેન્ડ મામલે ઘણા સમયથી વિદ્યાર્થીઓ હડતાળ કરી રહ્યા છે. કોવિડ કેરમાં ફરજ બજાવતા ઇન્ટર્નસને માત્ર 4800નું સ્ટાઇપેન્ડ ઓન હેન્ડ આપતા હોવાથી વિદ્યાર્થીઓમાં અસંતોષ વ્યાપ્યો છે.
આ પણ વાંચો : સુરતઃ સરસાણા ટ્રેડ સેન્ટરને કોવિડ હોસ્પિટલમાં ફેરવવા તંત્રની તૈયારી
અન્ય હોસ્પિટલમાં 18000 સ્ટાઇપેન્ડ
વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર રાજ્યની અન્ય મેડિકલ કોલેજમાં 13,000 જેટલું સ્ટાઈપેન્ડ અને કોવિડ કેરમાં ફરજ માટે અંદાજિત 5000 જેટલું બોનસ મળી કુલ 18 હજાર જેટલુ વેતન અપાતું હોવાનો દાવો કરમસદ હોસ્પિટલના ઈન્ટરશીપ કરતા વિદ્યાર્થીઓ દ્વારા કરાયો છે. આ અસમાનતા વિરૂદ્ધ આ વિદ્યાર્થીઓ દ્વારા સમાન સ્ટાઈપેન્ડની માંગ સાથે 15 દિવસ અગાવ બે વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી. જેમાં વિદ્યાર્થીઓ આક્ષેપ કર્યો હતો કે તે બન્ને વિદ્યાર્થીઓની માંગ અને રજૂઆતને દબાવી દેવા મેનેજમેન્ટ દ્વારા પ્રયત્નો થયા હતા. જેમાં બને વિદ્યાર્થીઓ દ્વારા પદ પરથી તાત્કાલિક રાજીનામુ આપી દીધું હતું.
અન્ય કોલેજના વિદ્યાર્થીઓની લેવામાં આવશે મદદ
સમગ્ર ઘટના વિશે પ્રમુખ સ્વામિ મેડિકલ કોલેજના ડિન ડો હિમાંશુ પંડ્યાએ મીડિયા સમક્ષ આવી માહિતી આપતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી માગના નિર્ણય પર કોલેજ યોગ્ય નિર્ણય લેશે અને હાલ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કામથી અળગા થતા સરદાર પટેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની મદદ લેવામાં આવશે એવી જાણકારી આપી છે.
આ પણ વાંચો : જૂનાગઢમાં ખાનગી કોન્ટ્રાક્ટરો પૂરતું વેતન નહીં આપતા સફાઈ કર્મચારીઓ હડતાળ પર
જ્યાં સુધી માગ નહી પૂરી થાય ત્યા સુધી હડતાળ ચાલશે
સમગ્ર મુદ્દામાં વિદ્યાર્થીઓને કોલેજ દ્વારા 12 કલાકની ફરજ સોંપવામાં આવી હોવાના ખુલાસા કર્યા હતા. જ્યારે વિદ્યાર્થીઓ કોરોના દર્દીઓની સારવાર કરતા સંક્રમિત બને છે, ત્યારે કોલેજ તે દિવસોમાં ગેરહાજર ગણતી હોવાના આક્ષેપ પણ વિદ્યાર્થીઓ દ્વારા મેનેજમેન્ટ પર કરવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામાં વિદ્યાર્થીઓ દ્વારા અગાઉ પ્રતિનિધિ નિયુક્ત કરી કરવામાં આવ્યા હતા અને રજુઆતના પ્રયાસ બાદ કોલેજ દ્વારા થયેલા વર્તનના કારણે હવે વિદ્યાર્થીઓ એક સુર બની પોતાની માંગ રજૂ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જ્યા સુધી તેમની માગ પૂરી કરવામાં નહીં આવે ત્યા સુધી તે હડતાળ કરશે.