- આણંદ શહેરમાં લાગુ કરાયો રાત્રી કરફ્યુ
- આણંદ શહેરમાં રાત્રી 8 વાગ્યાથી સવારના 6 સુધી રહશે કરફ્યુ
- પોલીસે રાત્રી કરફ્યુની કરાવી અમલવારી
આણંદ: રાજ્યમાં વધતા કોરોનાના કેસોને ધ્યાનમાં લઇ હાઈકોર્ટે સરકારના નિર્દેશ બાદ રાજ્ય સરકાર દ્વારા બેઠક બોલાવી રાજ્યના 20 જેટલા શહેરોમાં રાત્રે આઠ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કરર્ફ્યુની જાહેરાત કરવામાં આવી હતી. સરકાર દ્વારા જાહેર કરાયેલા 20 શહેરોની યાદીમાં આણંદ શહેરને પણ સમાવેશ કરવામાં આવ્યું હતું ત્યારે કરફ્યૂના પહેલા દિવસે શહેર પોલીસ દ્વારા શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી કરફ્યૂની અમલવારી કરાવવામાં આવી હતી.
આ પણ વાંચો : રાત્રી કરફ્યૂ પહેલા આણંદ પોલીસે માસ્ક ન પહેરનારા લોકોને ફટકાર્યો દંડ
શહેરના બજારમાં પોલીસના જવાનોએ ફુટ પેટ્રોલિંગ કર્યું
આણંદના DYSP બી.ડી જાડેજાએ ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે "આણંદ શહેરમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા કરફ્યૂના પાલન માટે શહેર વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને સાથે જ જે લોકોને મેડિકલ ઇમરજન્સી હોય તેવા નાગરિકોને પોલીસ સહકાર પણ આપી રહી છે" સાથે જ બી.ડી.જાડેજાએ સરકારના નિર્ણયને આવકારતા જણાવ્યું હતુંકે "જે પ્રમાણે કોરોનાની બીમારી માથું ઉચકી રહી છે, તેવામાં કોરોનાને ફેલાતો અટકાવવા માટેનો આ રાત્રી કરફ્યૂનો નિર્ણયએ સરકાર નો એક સારો પ્રયત્ન છે જેથી દરેક નાગરિક આમા સહકાર આપે જેથી સંક્રમણ વધે નહીં અને તેનાથી અમૂલ્ય માનવ જિંદગી બચાવી શકાય અને સંક્રમણ ને ફેલાતું રોકી શકાય."