ETV Bharat / state

પોતાના જમાઈએ કરેલા અકસ્માત અંગે કોંગી MLAએ આપી પ્રતિક્રિયા કહ્યું

સોજીત્રાના ડાલી ગામ પાસે રક્ષાબંધનના Raksha Bandhan 2022 દિવસે અકસ્માતમાં એક સાથે 6 લોકોના ઘટનાસ્થળે મૃત્યુ થયા હતા. મૃતદેહોને સોજિત્રા પોસ્ટમોર્ટમ અર્થે Accident case in Sojitra ખસેડયા છે. જાણવા મળ્યું છે કે નશાની હાલતમાં MLAના જમાઈએ ભયંકર અકસ્માત સર્જાયો હતો.

પોતાના જમાઈએ કરેલા અકસ્માત અંગે કોંગી MLAએ આપી પ્રતિક્રિયા કહ્યું
પોતાના જમાઈએ કરેલા અકસ્માત અંગે કોંગી MLAએ આપી પ્રતિક્રિયા કહ્યું
author img

By

Published : Aug 12, 2022, 9:35 AM IST

Updated : Aug 12, 2022, 10:56 AM IST

આણંદ સોજીત્રાના ડાલી ગામ પાસે રક્ષાબંધનના દિવસે (Rakshabandhan 2022 in Gujarat) ગમખ્વાર ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં 6 જેટલા લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા હતા. કિયા ગાડી, બાઈક અને રીક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં રીક્ષા તેમજ બાઈક પર સવાર કુલ 4 નાગરિકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે બે ઇજાગ્રસ્તો યુવાનોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડતા સમયે મૃત્યુ નીપજ્યા હતા.

અકસ્માતને રાજકીય રંગ

શું હતી ઘટના મળતી માહિતી મુજબ સોજીત્રાના નવાઘરા વિસ્તારમાં રહેતા મિસ્ત્રી (Accident on Rakshabandhan festival) પરીવારના 3 સદસ્યો રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવા સંબંધીને ઘરે ગયા હતા. જ્યાંથી પ્રસંગ પતાવી પરત ઘરે ફરતા રીક્ષા મારફતે સોજીત્રા આવવા નીકળ્યા હતા. તે સમયે ડાલી ચોકડી પાસે એક કિયા કાર ચાલક દ્વારા રીક્ષા તેમજ સામેથી આવતા એક મોટર સાયકલ પર સવાર બે યુવાનોને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ગંભીર રીતે થયો હતો કે જેમાં ગાડી દ્વારા વાગેલી ટક્કરમાં રિક્ષામાં સવાર ચાર વ્યક્તિઓના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા તે સમયે તેમને દમ તોડી દીધો હતો.

MLAના જમાઈએ ભયંકર અકસ્માત સર્જતા 6ના કમકમાટી ભર્યા મૃત્યુ

આ પણ વાંચો તનુશ્રી દત્તા મંદિરે જતા થયો અકસ્માત, ઈજાની તસવીરો શેર કરી

લોકોના ટોળા સોજીત્રાના ડાલી ગામ પાસે સર્જાયેલા આ ભયંકર અકસ્માતને ચાલતે (Accident in Rakshabandhan) આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. આ ઘટનાની જાણ સોજીત્રા પોલીસને થતાં પોલીસ (Gamkhwar accident in Anand) પણ ઘટના સ્થળે દોડી આવી હતી. કાર બાઈક અને રીક્ષા વચ્ચે ટ્રિપલ અકસ્માતમાં સ્થળ પર મૃત્યુ પામેલા તમામ મૃતદેહોને સોજીત્રા પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા હતા. જે બાદ હોસ્પિટલ ખાતે પણ લોકોને ટોળા એકઠા થઇ ગયા હતા.

અકસ્માત
અકસ્માત

રાજકીય બાબત મહત્વનું છે કે, ઘટનામાં કાર ચાલક કેતન પઢીયાર કે જે સોજીત્રાના (Rakshabandhan in Gujarat) કોંગ્રેસના ધારાસભ્ય અને તારાપુર ગામના સરપંચ પૂનમ પરમારનો જમાઈ હોવાનું સામે આવ્યું હતું. જે ઘટના બાદ જિલ્લાના રાજકીય વાતાવરણમાં પણ ગરમાવો આવી જવા પામ્યો હતો. ઘટનામાં ગાડી ચાલક કેતન પઢિયારની ગંભીર બેદરકારી હોવાની ચર્ચા ઉઠી હતી. સ્થાનિક પોલીસે ગાડી ચાલક ધારાસભ્યના જમાઈની અટકાયત કરી તેને કાર ચાલક ઈજાગ્રસ્ત વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ કેતન પઢિયારને સારવાર માટે આણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

6ના કમકમાટી ભર્યા મૃત્યુ
6ના કમકમાટી ભર્યા મૃત્યુ

ટોક ઓફ ધ ટાઉન મળતી માહિતી મુજબ 6 લોકોનો ભોગ લેનાર કિયા કારનો ચાલક આરોપી કેતન પઢીયાર ઉંમર વર્ષ 42 વ્યવસાયે વકીલનો વ્યવસાય કરતો હોવાનું બહાર આવ્યું હતું. સાથે જ સસરા MLA હોવાથી ખાનગી ગાડીમાં MLA GUJARAT લખેલી પ્લેટ મળી આવી હતી. જે બાદ આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની ગઈ (Accident at Dali village of Sojitra) હતી અને આરોપી ક્યાં ધારાસભ્યનો સંબંધી છે ? તેવી ચર્ચાઓ ઉઠતા સોજીત્રા પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યા હતા. ઘટનાને પગલે ખંભાતના (Accident of MLA son in law) આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ અભિષેક ગુપ્તા સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને કાયદેસર રીતે તપાસના ધમધમાટ શરૂ કર્યા હતા.

આ પણ વાંચો આ ગામના ખેડૂતોએ 'પરંપરા, પ્રતિષ્ઠા, અનુસાશન'ને બનાવ્યો મૂળ મંત્ર

ઘટનામાં અવસાન પામેલા આ ઘટના અવસાન પામેલા જીયા મિસ્ત્રી (વર્ષીય 14, સોજીત્રા), જાનવી મિસ્ત્રી (વર્ષીય 17 સોજીત્રા), વિણા મિસ્ત્રી (વર્ષીય 17 સોજીત્રા), યાસીન વ્હોરા (વર્ષીય 17 સોજીત્રા), અબ્દુલ રશીદ પાર્ક સોજીત્રા (રીક્ષા ચાલક), યોગેશ ઓડ (વર્ષીય 20 બોરીયાવી) અને સંદીપ ઓડ (વર્ષિય 19 બોરીયાવી) છે. સમગ્ર મામલે કાર ચાલક કેતન પઢિયારની પોલીસે પૂછપરછ હાથ ધરી હતી. સાથે જ ચાલક કેફી પદાર્થના નશામાં હોવાની સ્થાનિક કક્ષાએ ચર્ચા ઉઠવા પામી હતી. જે અંગે નિયમ મુજબ કેતન પઢિયારના જરૂરી ટેસ્ટ કરવામાં પણ આવ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે સમગ્ર મામલે પોલીસ દ્વારા તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવશે અને આ અંગે સ્ટેટ ટ્રાફિક વિભાગ દ્વારા પણ ગુનો (Accident Rate in Gujarat) દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અકસ્માતને રાજકીય રંગ - અકસ્માત સર્જનાર સોજીત્રાના ધારાસભ્ય પુનમ પરમારના જમાઈ કેતન પઢીયારનુ્ં નામ સામે આવતા. કોંગ્રેસના ધારાસભ્યનું અકસ્માતને લઈ નિવેદન આપ્યું હતું કે, ગુનેગાર હોય તો સજા મળવી જોઈએ મારી ધારાસભ્ય તરીકેની પ્લેટ તેમની કારમાં કેવી રીતે આવી તે મને ખબર નથી. મારા જમાઈ દારુ પીતા નથી તે વાત ઉપજાવી કાઢવામા આવી છે. હુ અંબાજી માતાજીને મૃતૃકોના પરીવારને સાત્વસના આપવા પ્રાર્થના કરુ છુ. મૃતકોના આત્માને શાંતી મળે તેવી પ્રાર્થના કરી છે. અકસ્માતને રાજકીય રંગ અપાઈ રહ્યો છે. કાયદો કાયદાનુ કામ કરશે હું તેમા ડખલ નહી કરુ, હુ કાયદાનુ માન કરુ છુ. ગુનેગારને કડકમા કડક સજા થવી જોઈએ.

Last Updated : Aug 12, 2022, 10:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.